કરાચી
કરાચીના સદ્દર નગરમાં હિન્દુઓની ધર્મશાળા આવેલી હતી, આ એક હેરિટેજ સૃથળ હતું. જાેકે ઇવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે આ સૃથળ અંગે બનાવટી અને જુઠા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જાહેર કરી અને ધર્મશાળાને તોડી પાડવાના આદેશ અપાયા હતા. બાદમાં આ જમીનને એક કોમર્શિયલ ઇમારત બનાવવા માટે એક બિલ્ડરને બારોબારો વેચી દેવામાં આવી હતી.પાકિસ્તાનના કરાચીમાં હિન્દુઓની સંપત્તિને ગેરકાયદે વેચી દેવાનો મામલો પાક.ના સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેને પગલે આ સંપત્તિને બારોબાર વેચવા મુદ્દે ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના ચેરમેનને સુપ્રીમ કોર્ટે સમન્સ પાઠવ્યા હતા. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના ચેરમેનને સવાલ કર્યો છે કે ક્યા કાયદા હેઠળ હિન્દુઓની આ સંપત્તિને વેચવામાં આવી રહી છે ? સુપ્રીમ કોર્ટમાં પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલ દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. જે દરમિયાન પાક.ના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે આ સવાલ ઉઠાવ્યો હતો અને સમન્સ પાઠવી જવાબ માગ્યો છે.
