National

પાકિસ્તાન-ચીનનું વલણ બદલાયું નથી ઃ આરએસએસ વડા મોહન ભાગવત

નાગપુર
સંઘ-પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે દેશમાં અરાજકતાનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. રાજ્ય પરસ્પર લડી રહ્યાં છે, પોલીસ પરસ્પર લડી રહી છે. આ કારણે રાજ્યોની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે.ભાગવતે કહ્યું હતું કે ભારતે કોરોનાનો સૌથી સારી રીતે પ્રતિકાર કર્યો છે. પ્રથમ લહેર ભારતમાં કોઈ ખાસ અસર દેખાડી શકી નહોતી. જાેકે બીજી લહેરે ઘણા લોકોને આપણી પાસેથી છીનવી લીધા. હવે ત્રીજી લહેરની પણ શક્યતા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગામડે-ગામડે યુવાઓની ટીમને ટ્રેનિંગ આપી છે, જેથી તે ત્રીજી લહેરમાં દેશની મદદ કરી શકે.આજે એટલે કે વિજ્યાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ૯૬મો સ્થાપના દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે નાગપુરમાં થઈ રહેલા ઇજીજીના કાર્યક્રમમાં સંઘ-પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું. તેમના સંબોધનમાં તેમણે ભાર મૂક્યો કે દેશની યુવા પેઢીને ભારતના ઈતિહાસનું જ્ઞાન હોવું જાેઈએ, કારણ કે એમાંથી શીખીને આગળ વધી શકાય. તેમણે પાકિસ્તાન અને ચીનના વલણ, સાયબર સિક્યોરિટી, જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર હુમલા અને વસિત નિયંત્રણની પણ વાત કહી હતી. શસ્ત્રપૂજા પછી તેમણે કહ્યું હતું કે આ આપણે સ્વતંત્રતાનું ૭૫મું વર્ષ છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણે સ્વતંત્ર થયા. આપણને સ્વતંત્રતા એકદમથી મળી નથી. સ્વતંત્ર ભારતનું ચિત્ર કેવું હોય, તેના માટે દેશનાં તમામ ક્ષેત્રોમાંથી તમામ જાતિ તથા વર્ગોમાંથી આવેલા વીરોએ તપસ્યા, ત્યાગ અને બલિદાનના હિમાલય રચ્યા છે. સમાજની આત્મીયતા અને સમતા આધારિત રચના માટે તમામે પ્રયત્ન કરવા પડશે. તેમણે કહ્યું હતું કે વર્ષ ૧૯૫૧થી ૨૦૧૧ની વચ્ચે વસતિ વૃદ્ધિદરમાં ભારે અંતરનું કારણ દેશની વસતિમાં જ્યાં ભારતમાં ઉત્પન્ન મત પંથોના અનુયાયીઓનો ગુણોત્તર ૮૮ ટકાથી ઘટીને ૮૩.૮ ટકા રહ્યો. જ્યારે મુસ્લિમ વસતિનો ગુણોત્તર ૯.૮ ટકાથી વધી ૧૪.૨૪ ટકા થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વસતિ નીતિ હોવી જાેઈએ. મને લાગે છે કે આ અંગે એક વખત ફરી વિચાર કરવો જાેઈએ. હાલ ભારત યુવાઓનો દેશ છે. ૩૦ વર્ષ પછી આ બધા વૃદ્ધ થશે. ૫૦ વર્ષ આગળનું વિચારીને રણનીતિ બનાવવી જાેઈએ. જેમ વસતિ એક સમસ્યા બની શકે છે, એ જ રીતે વસતિનું અસંતુલન પણ સમસ્યા બને છે. તાલિબાનો ફરી ઊભા થયા છે. તેના વિશે બે પ્રકારની વાતો ચાલી રહી છે. કેટલાક કહે છે કે પહેલા જેવા જ છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે તેઓ બદલાઈ ગયા છે. તેને સમર્થન કરનારાઓમાં રશિયા પણ હતું, ચીન અને પાકિસ્તાન તો આજે પણ છે. તાલિબાનો કદાચ બદલાયા પણ હોય, પરંતુ શું પાકિસ્તાન બદલાયું છે. જાેકે આવું તો બિલકુલ નથી. શું ચીનનું ભારત માટેનું વલણ બદલાયું છે, જાેકે એવું તો બિલકુલ લાગતું નથી. પ્રેમ, અહિંસાથી બધું સારું થાય છે, પરંતુ પોતાની તૈયારીઓ પણ પૂરતી રાખો. સીમા સુરક્ષાને વધુ મજબૂત કરવી જાેઈએ. મોહન ભાગવતે કહ્યું હતું કે આઝાદી પછી વિભાજનનું દર્દ મળ્યું. વિભાજનું દર્દ હજી સુધી ગયું નથી. આપણી નવી પેઢીઓએ ઈતિહાસ વિશે જાણવું જાેઈએ, જેથી આવનારી પેઢી તેની આગળની પેઢીને બતાવી શકે કે દેશ માટે બલિદાનની આકાશગંગા ચાલી રહી છે. સંઘ-પ્રમુખે કહ્યું હતું કે નવી પેઢીમાં નશીલા પદાર્થ ખાવાની આદત વધી રહી છે. ઉચ્ચથી નિમ્ન સ્તર સુધી વ્યસન છે. આ કારણે ડ્રગ્સમાંથી દેશને મુક્ત કરાવવાનો પ્રયત્ન થવો જાેઈએ. તેમણે કહ્યું હતું કે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોરોના મહામારી પછી ઓનલાઈન શિક્ષણ વધ્યું છે. બાળકોના હાથમાં મોબાઈલ છે. એવામાં ઓટીટી પ્લેટફોર્મ પર નિયંત્રણ રહ્યું નથી. સરકારે ઓટીટી માટે સામગ્રી નિયામક ઢાંચો તૈયર કરવા માટે પ્રયત્ન કરવો જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *