પાકિસ્તાન
પાકિસ્તાનના રાજદ્વારીઓએ ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધ્યું હતું. સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના એક ટિ્વટ દ્વારા પાકિસ્તાન સરકારની ટીકા કરવામાં આવી હતી. જાેકે, બાદમાં ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ારી અધિકારીઓ તમારા માટે ત્રણ મહિના સુધી પગાર વિના ચૂપચાપ કામ કરતા રહેશે? અમારા બાળકોને પૈસા વિના શાળા છોડવાની ફરજ પડી છે. શું આ નવું પાકિસ્તાન છે?’ સર્બિયા બાદ અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસો તરફથી પણ ફંડની અછત હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની દૂતાવાસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લગભગ ૫ સ્થાનિક કર્મચારીઓને ઓગસ્ટથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાના કારણે એક કર્મચારીએ પણ નોકરી છોડી દીધી હતી. દૂતાવાસે આ મામલો પાકિસ્તાનના વિદેશ કાર્યાલય સમક્ષ ઉઠાવ્યો હતો, ત્યારબાદ કર્મચારીઓને તેમનો પગાર મળી ગયો હતો.એક બાજુ ઇમરાન ખાનની સરકાર પર સતત લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો ઇમરાન ખાનને લઈને પણ થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે તેની પાસે ઘર ચલાવવાના પણ પૈસા નથી. ઈમરાન ખાનની સરકારનો ફરી એકવાર તેમના જ દૂતાવાસ દ્વારા પર્દાફાશ કરવાંમાં આવ્યો છે. આજેર્ન્ટિનામાં પાકિસ્તાનના દૂતાવાસે તેના ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન આજેર્ન્ટિના સાથેની ત્નહ્લ-૧૭ મિસાઈલ ડીલ ગુમાવી શકે છે. દૂતાવાસે સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી એક ટિ્વટમાં લખ્યું છે કે ઈસ્લામાબાદમાં નેતૃત્વ પરિવર્તન થશે તો જ પાકિસ્તાનની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત થશે. જાે કે, હવે આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે અને એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે તેનું એકાઉન્ટ થોડીવાર માટે હેક થયું હતું. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘આજેર્ન્ટિના સાથે ત્નહ્લ-૧૭ ડીલથી પણ અમે હાથ ધોઈ શકીએ છીએ. પાકિસ્તાનમાં નેતૃત્વ પરિવર્તન પાકિસ્તાનની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકે છે. રાજદ્વારીઓ નિષ્ફળતા માટે જવાબદાર રહેશે નહીં. પાકિસ્તાન ચીન સાથે મળીને ત્નહ્લ-૧૭ ફાઈટર એરક્રાફ્ટ બનાવે છે. તેનો ઉપયોગ પાકિસ્તાન એરફોર્સ કરે છે. અત્યાર સુધી મ્યાનમાર અને નાઈજીરિયાએ ત્નહ્લ-૧૭ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આજેર્ન્ટિનામાં પાકિસ્તાનના દૂતાવાસ દ્વારા કરવામાં આવેલ ટિ્વટને ડિલીટ કરી દેવામાં આવ્યું છે. એમ્બેસીએ સ્પષ્ટતા કરી છે કે તેમનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. તેમના વતી એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, ‘આજે વહેલી સવારે આજેર્ન્ટિનામાં પાકિસ્તાની દૂતાવાસનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અમુક બહારના બિનસત્તાવાર તત્વો દ્વારા થોડી મિનિટો માટે હેક કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ ટીમની મદદથી ટૂંક સમયમાં એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.
