National

ભારતથી કાબુલ અનાજ પહોંચાડવા પાક. તેની જમીનનો ઉપયોગ કરવા દે

ઈસ્લામાબાદ
અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં ભારતે ઘણું યોગદાન આપ્યું છે, જેમાં છેલ્લા દાયકાથી અફઘાનિસ્તાનને ૧૦ લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉં આપવાનો સમાવેશ થાય છે. હવે ફરી એકવાર ભારત કાબુલને ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં પહોંચાડશે એવી ચર્ચા છે. જાેકે ભારતથી અફઘાનિસ્તાન જવાનો રસ્તો પાકિસ્તાનમાંથી થઈને પસાર થાય છે. ભારત અટારી-વાઘા બોર્ડર દ્વારા આ માર્ગ દ્વારા ઘઉંને અફઘાનિસ્તાન પહોંચાડવા માગે છે.ઈમરાન ખાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના વિદેશમંત્રી આમીર ખાન મુત્તકી બુધવારે પોતાની પ્રથમ વિદેશયાત્રા પર ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. મુત્તકી ૨૦ સભ્યના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે એક ટ્‌વીટમાં લખ્યું, “વડાપ્રધાને માહિતી આપી છે કે વર્તમાન સંદર્ભમાં પાકિસ્તાન ભારત દ્વારા આપવામાં આવેલા ઘઉં માનવીય હેતુઓને ધોરણે તેને પાકિસ્તાનમાંથી પસાર થવા દેવાની અફઘાન ભાઈઓની વિનંતી પર વિચાર કરશે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં અનાજ પહોંચાડવાના ભારતના પ્રસ્તાવને હકારાત્મક રીતે જાેઈ રહ્યા છે. ખરેખર, ભારતે કેટલાક દિવસો પહેલાં જ કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં અનાજ (ખાસ કરીને ઘઉં) પહોંચાડવા માગે છે અને પાકિસ્તાને એને આ માટે તેની જમીનનો ઉપયોગ કરવા દેવો જાેઈએ. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે એક માનવતા તરીકે તે અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી પ્રભાવિત લોકોને અનાજ પહોંચાડવા માગે છે અને પાકિસ્તાને આમાં મદદ કરવી જાેઈએ. જણાવાયું છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ ભારતના આ ર્નિણયને આવકાર્યો હતો. આ અંગે હવે ઈમરાન ખાને જવાબ આપ્યો છે. તેણે કહ્યું હતું કે તે પાકિસ્તાનના માર્ગથી ભારતીય ઘઉંને પસાર થવા દેવાની મંજૂરી આપવા બાબતે અફઘાનિસ્તાનની વિનંતી પર વિચાર કરશે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને યુદ્ધગ્રસ્ત દેશના લોકો સામનો કરી રહેલા માનવીય સંકટને રોકવા માટે પોતાની સામૂહિક જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *