પાકિસ્તાન
અમેરિકાના તાઈવાનને આમંત્રણને કારણે ચીન પણ આ સમિટના સંગઠનથી નારાજ છે, કારણ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી સાથે ગયા શુક્રવારે મોડી રાતે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ કોન્ફરન્સમાં ભાગ ન લેવાનો પાકિસ્તાને ર્નિણય લીધો હતો. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુરુવારે લોકશાહી પર સંમેલનના ઉદ્ઘાટન સમયે કહ્યું કે વિશ્વભરમાં લોકશાહી સતત અને ખતરનાક પડકારોનો સામનો કરી રહી છે. લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ જાે બાઈડને તેમના ભાષણમાં કહ્યું કે વ્યાપક સ્તરે આ વલણ ખોટી દિશામાં જઈ રહ્યું છે અને લોકશાહીને ચેમ્પિયનની જરૂર છે.પાકિસ્તાને અમેરિકા દ્વારા આયોજિત લોકશાહી પરની સમિટમાં ભાગ ન લેવાનો ર્નિણય લીધો છે. ઈસ્લામાબાદે આ ર્નિણય ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ સાથે મોડી રાત્રે તેના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ લીધો હતો. ગુરુવારે પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાને ૯-૧૦ ડિસેમ્બરના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન દ્વારા આયોજિત સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ૧૧૦ દેશોને આમંત્રણ આપ્યું છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાંથી આમંત્રિત કરાયેલા દેશોમાં ભારત, પાકિસ્તાન, માલદીવ્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. ચીન આમંત્રિત દેશોની યાદીમાં નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર ૮ ડિસેમ્બરના રોજ પોસ્ટ કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૯-૧૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ડિજીટલ રીતે યોજાનારી લોકશાહી પરની સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપવા બદલ અમે યુએસના આભારી છીએ. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની અમારી ભાગીદારીને મહત્ત્વ આપીએ છીએ. જેને અમે દ્વિપક્ષીય અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગના સંદર્ભમાં વિસ્તારવા માગીએ છીએ. અમે વિવિધ મુદ્દાઓ પર યુએસ સાથે સંપર્કમાં રહીએ છીએ અને માનીએ છીએ કે અમે ભવિષ્યમાં યોગ્ય સમયે આ વિષય પર જાેડાઈ શકીએ છીએ. વિશ્લેષકોનું કહેવું છે કે સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના પાકિસ્તાનને આમંત્રણે ઈસ્લામાબાદને જાેખમમાં મૂક્યું, કારણ કે તેનો હેતુ ચીનને અલગ કરવાનો હતો.
