કરાચી
આફ્રિદીએ તે રોહિત શર્મા જાેડે ૨૦૦૮ની આઈપીએલની સીઝનમાં ડેક્કન ચાર્જર્સ તરફથી એક ટીમમાં સાથે રમ્યો હતો તે યાદ કર્યું હતું અને ઉમેર્યું કે તે વખતે જ તે રોહિત શર્માની પ્રતિભાથી પ્રભાવિત થયો હતો. રોહિત શર્મા તમામ ફોરમેટમાં સમાન પ્રભુત્વ સાથે રમી શકે છે. શાસ્ત્રીની ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકેની ટર્મ હવે પૂરી થઇ છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે તેને એવું લાગે છે કે કોહલી ટી-૨૦ પછી હવે ભારતની વન ડે ટીના કેપ્ટન તરીકે પણ ખસી જશે .તે હવે બિન જરૃરી દબાણમાં રહીને તેની બેટિંગ પર અસર નથી થવા દેવા માંગતો તેમ લાગે છે. શાીએ કહ્યું કે જાે કે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે જારી રહેવામાં તેને કોઈ વાંધો ન હોઈ શકે. ભારત ટેસ્ટ ક્રિકેટમાં તેની કેપ્ટનસી હેઠળ રેન્કિંગમાં અને વિજયની રીતે પણ ઘણો સારો દેખાવ કરી રહી છે. તે ટેસ્ટ ક્રિકેટ વિશ્વનો એક અગ્રણી રોલ મોડલ ખેલાડી છે. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેનું બેટિંગ ફોર્મ પણ મેળવવાનું છે. ૨૦૧૯ પછી તે એક પણ ટેસ્ટ સદી નથી ફટકારી શક્યો.પાકિસ્તાનના ભૂતપર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ તેનો મત પ્રગટ કર્યો છે કે કોહલીએ ટી-૨૦ની કેપ્ટનસી સામે ચાલીને છોડી દીધી છે તે યોગ્ય ર્નિણય લીધો છે. કોહલી વર્તમાન ક્રિકેટનો અગ્રણી ક્રિકેટર છે અને હજુ તે ભારતીય ક્રિકેટને ઘણું પ્રદાન આપી શકે તેમ છે. કોહલીએ તેની બેટિંગમાં જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત આ માટે કરવું જાેઈએ. કેપ્ટન તરીકેનો બોજ હોય અને પરિણામ લાવવાનો તનાવ હોય તો બેટિંગ પર અસર પડે જ. આફ્રિદીએ આથી જ એવું મંતવ્ય પ્રગટ કર્યું છે કે કોહલીએ માત્ર ટી ૨૦ ક્રિકેટના ફોરમેટની જ નહીં પણ વન ડે અને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનસી પણ છોડી દેવી જાેઈએ.આફ્રિદીએ રોહિત શર્માની પ્રસંશા કરતા કહ્યું હું કે ‘રોહિત શર્મા ખુબ સ્વસ્થ અને આદર્શ કેપ્ટન માટેના તમામ જરૃરી ગુણ ધરાવે છે. તે વિપરીત સંજાેગોમાં સ્વસ્થ રહી શકે છે અને તેના કે ખેલાડીઓ પર દબાણ વધી ન જાય તેવી તકેદારી રાખે છે અને જરૃર પડે ત્યારે આક્રમક અભિગમ પણ ધારણ કરી શકે છે.’
