કાબુલ
તાલિબાને કબજાે કર્યો તેને બે મહિના વીતી ગયા છે જાેકે કોઇ દેશ તેને માન્યતા નથી આપી રહ્યું, ચીન અને પાકિસ્તાન જ એવા દેશ છે કે જે તાલિબાનમાં રસ દાખવી રહ્યા છે. અન્ય કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી કે ન તો તાલિબાનની ક્રૂર સરકારને માન્યતા આપી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વ એ જાેઇ રહ્યું છે કે તાલિબાનમાં માનવ અધિકારોની શું સિૃથતિ છે.શનિવારે હૈબતુલ્લાહે દારૂલ ઉલૂમ હકીમાહ મદરેસાની મુલાકાત લીધી હતી. જાેકે તેની આ મુલાકાત દરમિયાન ભારે સુરક્ષા વ્યવસૃથા કરાઇ હતી અને વીડિયો, ફોટો લેવા પર પ્રતિબંધ રખાયો હતો. જાેકે તાલિબાનના વડાના ભાષણની ૧૦ મિનિટની ઓડિયો ક્લીપ તાલિબાન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરાઇ હતી.પાકિસ્તાન પ્રયાસ કરી રહ્યું છે કે અન્ય દેશો તાલિબાનને આર્થિક મદદ કરે જાેકે તેમ નથી થઇ રહ્યું, તેથી ગુસ્સે ભરાયેલા તાલિબાને હવે ધમકી આપી છે કે જાે અમને આર્થિક મદદ કરવામાં ન આવી તો અમે વધુ ક્રૂર બનીશું અને હુમલા પણ કરીશું. જે હુમલા થશે તેને અટકાવીશું નહીં. તાલિબાન અગાઉ જ્યારે શાસનમાં હતુ ત્યારે તેણે અલકાયદા દ્વારા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા કર્યા હતા. આ જ પ્રકારના હુમલા કરવાની આડકતરી રીતે તાલિબાને ધમકી આપી દીધી છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદ્દે કહ્યું હતું કે તાલિબાનને એક જવાબદાર પક્ષ તરીકે જાેવામાં આવે. આ સિૃથતિ વચ્ચે હવે ગુસ્સે ભરાયેલા તાલિબાને કહી દીધુ છે કે અન્ય દેશો પર જાે કોઇ હુમલો થાય તો આવા હુમલાને અટકાવવાની અમે જવાબદારી નહીં લઇએ. બીજી તરફ અફઘાનિસ્તાન પર કબજાે કર્યો તે બાદ પહેલી વખત તાલિબાનનો વડો હૈબતુલ્લાહ અખુંડઝાદા જાહેરમાં જાેવા મળ્યો હતો.