ભાભર
સુઈગામની રૂણી કેનાલમાં માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવ્યું હોવાની જાણ થતાં આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ કામગીર હાથ ધરી કેનાલમાં દોરડું નાંખ્યું હતુ. જે દોરડું પાંચ વર્ષની બાળકીએ પકડી લેતાં તેને ખેંચીને જીવીત બહાર કાઢવામાં આવી હતી. કૈલાસબેન અને તેમના પુત્રનું કેનાલમાં પડવાથી મોત નિપજ્યુ હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચારી બની હતી. જેમના મૃતદેહ સાસરી બેણપમાં લઇ જવાયા હતા. જાેકે, મોડી સાંજ સુધી પિયર કે સાસરીપક્ષના લોકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન હતી. બંને પક્ષે સામાજીક રીતે સમાધાન થઇ ગયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે બે સંતાનોની માતા કૈલાસબેને કયા કારણોસર અંતિમ પગલુંભર્યુ તે રહસ્ય મોડી સાંજ સુધી ઉકેલાયું નથી. જાેકે, આપઘાત કરવા પાછળ ઘર કંકાસનું જ કારણ હોવાનું તારણ લોકો જણાવી રહ્યા છે.સુઇગામની પરિણીતાએ ઘરકંકાસથી કંટાળી બે સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવતાં મહિલા અને તેના પુત્રનું મોત નીપજ્યું હતુ.જ્યારે દોડી આવેલા લોકોએ પુત્રીને બચાવી લીધી હતી.સુઇગામની પરિણીતા મંગળવારે બપોરના સુમારે પોતાના બે સંતાનો સાથે સાસરી ભાભર તાલુકાના બેણપ જવા માટે નીકળી હતી. જાેકે,રસ્તામાં રૂણી ગામના પાટિયા પાસેની કેનાલમાં ઝંપલાવ્યું હતુ.આ અંગે પોલીસ મથકે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. સૂઇગામમાં રહેતા રામસિંગભાઈ ચૌધરીની પુત્રી કૈલાસબેન (ઉ.વ.આ. ૩૫)ના લગ્ન ભાભર તાલુકાના બેણપ ગામે કર્યા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી જન્મી હતી. દરમિયાન મંગળવારે બપોરે કૈલાસબેન તેમના બે વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રીને લઇ સુઇગામથી સાસરી બેણપ ગામે જવા નીકળ્યા હતા. જાેકે, રસ્તામાં રૂણી ગામના પાટિયા પાસે ઉતરી ગયા હતા. જ્યાં બાજુમાં પસાર થતી નર્મદા કેનાલ પાસે જઇ પોતાના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. આ દ્રશ્ય જાેઇ પાસે રહેલી પુત્રીએ બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન કૈલાસબેને પુત્રીને બાથમાં લઇ પોતે પણ કેનાલમાં કુદી પડી હતી. જ્યાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ કામગીરી કરી પુત્રીને જીવીત બહાર કાઢી હતી. જ્યારે કૈલાસબેન અને તેમના પુત્રનું મોત નિપજ્યું હતુ.
