National

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ પ્રવેશનું આયોજન

રાજપીપલા,
ગુજરાત સરકારની ઝુંબેશ અને રેલવેની તૈયારીના સંબંધમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રવિવારે કેવડિયા રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વિવિધ બાબતોનું ઇન્સ્પેક્શન કર્યું હતું.જાેકે કેવડિયામાં પ્રવસીઓ ને કોઈ પણ તકલીફ ના પડે એ માટે તંત્ર દવા ૩૦૦ જેટલી રીક્ષાઓ અને ૧૦૦ જેટલી બાઈકો અને ઈ-કાર ફરતી કરી છે.આવતા ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં તો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં પ્રદુષણ વળી એક બાઈક કેવડિયા માં જાેવા નહિ મળે એવું ર્જીંેં સત્તામંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.તાજેતર માં કેવડિયા વિસ્તારમાં ઈ-રીક્ષા કાર નો સૌથી વધુ ઉપયોગ થાય એવો નિયમ ર્જીંેં સત્તામંડળે મુક્યો છે એટલે બને તેમ ઇલેક્ટ્રિક કાર , રીક્ષાઓ નો પ્રવાસીઓ ઉપયોગ કરે એવી ફરજ પાડવામાં આવી રહી છે. આ સાથે કેવડિયા રેલવે સ્ટેશને ઉભા રહેતા વાહનો પણ ઇલેક્ટ્રિક જ હશે કેવડિયા વિસ્તાર માં પ્રદુષણ નિયંત્રિત કરવાની ઝુંબેશને લઇ ઇલેક્ટ્રિક વાહન સિવાયના કોઈ પણ વાહનને પ્રવેશ નહીં અપાય.ગત ૫ જૂન ૨૧ ના રોજ વડાપ્રધાન નરેદ્ર મોદી એ બેટરી થી સંચાલિત ઇલેક્ટ્રિક બસ, રીક્ષા, કાર, અને સ્કૂટર ની વાત કરી આ કેવડિયાને નો પોલ્યુશન ઝોન બનાવી ગ્રીન કેવડિયા બનાવવાની વાત મૂકી હતી જેના પર તંત્ર કામે લાગી ગયું અને ગત ૧૫ ઓગસ્ટ ના રોજ ર્જીંેં સત્તા મંડળના ચેરેમેન અને જાેઈન્ટ ચીફ સેક્ટરેટરી ડો.રાજીવ ગુપ્તાએ ૧૦ ઈ-કાર અને ૧૦ ઈ-રીક્ષા કેવડિયા ખાતે ટ્રાયલ રન માંટે લોકાર્પણ કરી અને જાતે દ્રાઇવ કરી તેમની પત્ની સાથે કેવડિયા ઈ-કારમાં ફર્યા ત્યારે બાદ ૨૦ મહિલાઓને તાલીમ આપવામાં આવી અને તબક્કા વાર ૧૦૦ જેટલી મહિલાઓ ને ઈ-રીક્ષા માટે તૈયાર કરી અને તેમને વધુ રીક્ષાઓ અપાવી આજે ૧૦૦ રીક્ષાઓ કેવડિયા માં ફરતી થઇ છે અને મહિલાઓ રોજગારી મેળવતી થઇ ગઈ છે.

Planning-to-allow-access-only-to-electric-vehicles-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *