મોખાણા,
હબાયના ડુંગરોમાં આજે પણ રા લાખાના ગઢના અવશેષો જાેવા મળે છે જે રોચક ઇતિહાસની સાક્ષી પૂરે છે.નોંધનીય છે કે,રા લાખાએ પાવાગઢમાં યુદ્ધ જીત્યું હતું અને કેરામાં પણ પોતાનો ગઢ બનાવ્યો હતો. આ સ્થળની ઉપેક્ષા થતા હાલમાં ખંડેર જાેવા મળે છે. આ સ્થળનો વિકાસ થાય તો પ્રવાસન ક્ષેત્રે વધુ એક સ્થળ મળી શકે તેમ છે. હબાય ડુંગર સમીપે આવેલા બોલાડી ગામ નજીક અલ્લાના વાવ આવેલી છે જે કુદરતી રીતે બનેલી છે કહેવાય છે કે આજ દિવસ સુધી તેમાં ક્યારેય પાણી ખૂટયું નથી. હબાય ગામમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરનો ઇતિહાસ પણ પૌરાણિક છે અહીં દાદા મેકરણે માતાજીની પૂજા કરી પાણી માંગ્યું ત્યારે માતાજીએ તેમને પાણી આપ્યું હતું તે કુંડ આજે પણ અખૂટ છે તો હબાય ટેકરી પર આવેલ રામદેવપીરનું મંદિર પણ પૌરાણિક છે જ્યાં ઢોરીના એક ભક્તને રામદેવપીરે ખુદ પરચો આપ્યો હતો. દરમિયાન નજીકના કોટાય ગામમાં આવેલું સૂર્યમંદિર રા વંશજ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. હબાય ટેકરીમાં હાલામણ જેઠવાના પાળીયા પણ છે જે રા લાખા ના ઇતિહાસ સાથે સંકળાયેલ છે.હલામણ જેઠવા જ્યારે ત્રાક થી રમતા હતા ત્યારે સોન કંસારી તેની નજર સામે આવે છે અને નજર ચુકતા ત્રાંક તેમના માથામાં ખુંપી જાય છે જેથી તેઓનું મોત નીપજ્યું હતું.જેના પાળીયા આજે પણ અહીં ઇતિહાસ ની સાક્ષી પૂરે છે.ભુજથી ૨૬ કિલોમીટરના અંતરે આવેલ હબાય ગામ સાથે રા લાખા ફુલાણીનો રોચક ઇતિહાસ સંકળાયેલો છે અહીં આવેલ હબાયની ડુંગરમાળાનો ૧૧૫૦ વર્ષ જુનો ઇતિહાસ ઉપેક્ષાનો ભોગ બન્યો છે. હબાય સાથે સંકળાયેલા ઇતિહાસની જાે વાત કરવામાં આવે તો, આજથી આશરે ૧૧૫૦ વર્ષ પહેલાંની આ વાત છે. રાને ધરણ વાઘેલાએ મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તેમના પુત્ર રા ફૂલ નાની ઉંમરના હતા જેથી તેમની દાસી રા ફૂલને લઈને ત્યાંથી નીકળી ગયા દરમ્યાન ધરણ વાઘેલાએ દાસી પાછળ સૈન્ય મોકલાવી તેને પકડી પાડી હતી ત્યારે દાસીએ સતર્ક બની પોતાના પુત્રને રાજવંશના કપડાં પહેરાવી ધરણ વાઘેલાને હવાલે કરી દીધો અને દાસી રા ફૂલને લઈ સિંધ પ્રાંતમાં જતી રહી હતી. ૨૦ વર્ષ બાદ જ્યારે રા ફુલ યુવાન થયા ત્યારે ત્યાંથી પ્રસ્થાન કરી હબાયના ડુંગરમાં વસવાટ કર્યો હતો.રા ફૂલના પુત્ર રા લાખાએ હબાય ડુંગરમાં પોતાનો ગઢ સ્થાપિત કર્યો જે બોલાડીગઢ તરીકે ઓળખાયો હતો. આ સમયગાળામાં રાજની ખટપટ વધી ગઈ હતી જેથી ખટપટનો અંત લાવવા ધરણ વાઘેલાએ પોતાની દીકરીને રા લાખા સાથે પરણાવી હતી.પરંતુ લગ્નજીવન દરમિયાન જ્યારે રા લાખા ચોપાટ રમે છે ત્યારે તેની પત્ની “પળ પાસા જેમ ધરણના પડ્યા” તેવું કહી રા લાખાને મહેણું મારે છે જેથી રા લાખા ઉશ્કેરાટમાં આવી ધરણ વાઘેલાને ફાંસીએ ચડાવે છે અને માથું કાપી ચોપાટમાં નાખે છે પિતાનું કપાયેલું માથું જાેઈ એક દીકરી અને રા લાખાની પત્નીથી રહેવાયું નહિ અને તેણે પણ પોતાના પેટમાં કટાર મારી મોતને વ્હાલું કરી લીધું હતું.