ઈસ્લામાબાદ
આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ માપદંડોને પૂરા કરવા ખૂબ જ આવશ્યક છે. આ વર્ષે ૨૫મી જૂને યોજાયેલી બેઠકમાં એટીએફે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જાળવી રાખવાનો ર્નિણય કર્યો હતો. પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થશે તો તેને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટમાં પણ નાંખવામાં આવી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન એટીએફની કાર્ય યોજનાના બધા જ ૨૭ મુદ્દાઓ પર કામ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.આતંકવાદને નાણાકીય ભંડોળ પૂરું પાડનાર પાકિસ્તાન આગામી વર્ષે એપ્રિલ સુધી એફએટીએફની ગ્રે લીસ્ટમાં રહે તેવી શક્યતા છે. પાકિસ્તાન આતંકીઓને નાણાકીય સહાયતા મળતી રોકવામાં અને મની લોન્ડરિંગને અટકાવવામાં નિષ્ફળ ગયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે પેરિસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ત્રણ દિવસની બેઠક શરૂ થશે, જેમાં મની લોન્ડરિંગ અને ટેરર ફન્ડિંગને રોકવા અંગે પાકિસ્તાને ૨૭ પોઈન્ટ પર કેટલું કામ કર્યું છે તે અંગે ચર્ચા થશે અને આ દિશામાં તેણે હાથ ધરેલા પ્રયાસોની ચકાસણી કરવામાં આવશે. પરંતુ પાકિસ્તાન આ મુદ્દાઓ પર તેની યોજનાઓનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી આગામી વર્ષ ૨૦૨૨ના એપ્રિલ સુધી તેના ગ્રે લીસ્ટમાં જ રહેવાની સંભાવનાઓ છે. પાકિસ્તાન ગઈ વખતે મળેલી બેઠક સમયે ૨૭ મુદ્દાઓની કાર્યયોજનામાંથી છ મુદ્દાઓ પર કામ કરવામાં એકદમ નિષ્ફળ ગયું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માપદંડોને અનુરૂપ કોઈ અન્ય દેશે માગેલી મદદ પર તેને સહયોગ કરવાનો પણ સમાવેશ થાય છે. આઈએમએફ, સંયુક્ત રાષ્ટ્ર વગેરેની નાણાકીય મદદ ક્યારે અને કેટલી રહેશે તેનો આધાર એફએટીએફ મૂલ્યાંકન દરમિયાનની સમિક્ષા પર રહેશે.