National

કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફર શિવ શંકર નો તમામ મેડીકલ ખર્ચ સોનું સુદ ઉઠાવશે

હેદ્રાબાદ,
કોરિયોગ્રાફર શિવ શંકર સાઉથમાં ઘણાં જ લોકપ્રિય છે. તેમને નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ‘ચેલેન્જ’માં તેઓ જજ પેનલમાં હતી. તેમણે સુમા કન્નાકલાની ‘કેશ’માં કોરિયોગ્રાફર્સ બાબા ભાસ્કર, જાની તથા રઘુ સાથે કામ કર્યું હતું.
સોનુ સૂદે કોરોનાકાળમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં સૌ પહેલા પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યાર બાદ તે દેશભરના લોકોને વિવિધ રીતે મદદ કરતો રહ્યો છે. પંજાબ તથા દિલ્હી સરકારે સોનુ સાથે મળીને કામ કર્યું છે. આ ઉપરાંત સોનુએ ગુડવર્કર જાેબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે. સોનુ સૂદ દેશનાં ૧૬ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે સાઉથના જાણીતી કોરિયોગ્રાફર શિવ શંકર કોવિડ પોઝિટિવ છે અને છેલ્લાં ૨૦ દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેમની નાણાકીય સ્થિતિ પણ સારી નથી. આ સમયે ફરી એકવાર સોનુ સૂદ મસીહા બનીને સામે આવ્યો છે. સોનુ સૂદે ૭૩ વર્ષીય શિવ શંકરના મેડિકલ બિલ ભરવાનું નક્કી કર્યું છે. શિવ શંકરના દીકરા અજય ક્રિશ્નાએ કહ્યું હતું, છેલ્લાં ચાર દિવસથી તેના પિતા હૈદરાબાદના ગચીબોવલીની છૈંય્ હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ઘણી જ ગંભીર છે. તમિળ તથા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકોએ ડાન્સ કોરિયોગ્રાફર અંગે સો.મીડિયામાં પોસ્ટ કરી હતી. એક પોસ્ટ પ્રમાણે, શિવા શંકરની સ્થિતિ ગંભીર છે અને મોંઘી સારવારને કારણે પરિવાર મેડિકલ બિલ ચૂકવવા માટે અસમર્થ છે. આ પોસ્ટ સાથે દીકરા અજયનો કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે. આ પોસ્ટ વાઇરલ થતાં જ સોનુ સૂદે રિપ્લાય આપ્યો હતો. સોનુ સૂદે પોસ્ટના રિપ્લાયમાં કહ્યું હતું, ‘હું પરિવારના સંપર્કમાં છું અને જીવ બચાવવા તમામ પ્રયાસો કરીશ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *