National

ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતિની મર્ડર કેસમાં નક્સલી પ્રવૃત્તિની આશંકા

ઘાટલોડીયા
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જાેકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દંપત્તિના બેમાંથી એક દીકરાનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજાે દીકરો તેના પરિવાર સાથે અડાલજની પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહે છે. સાંજે પોણા આઠ વાગ્યે મેડિકલ સ્ટોરનો કર્મચારી આ સિનિયર સિટીઝન દંપતીની દવા આપવા માટે ઘરે ગયો હતો ત્યારે ઘરનો મુખ્ય દરવાજાે ખુલ્લો હોવાથી તે સીધો અંદર ગયો હતો અને જાેયું તો બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું. આ અંગે તેણે પાડોશી અને દંપતીના પુત્રને જાણ કરી હતી. હત્યાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તેમ જ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ધારદાર હથિયારથી હુમલો કરી વૃદ્ધ દંપત્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બેડરૂમની તિજાેરીનાં તાળાં તૂટેલા હતા. જેથી લૂટારા દાગીના, રોકડ સહિતની કેટલી મત્તા લઈ ગયા હોવાની શક્યતા છે. તપાસ દરમ્યાન ઘરમાંથી એકેય મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો. તપાસમાં સામે આવ્યું છે કે દંપત્તિ મોબાઇલ ફોન વાપરતા જ ન હતા, તેના બદલે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હતા.ઘાટલોડીયા પારસમણી એપાર્ટમેન્ટમાં ડબલ મર્ડર કેસમાં મોટી અપડેટ આવી છે. અહીં સિનિયર સીટીઝન દંપતીની હત્યા કરવામાં આવી જતી. જેમાં ઝારખંડના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચમાં પુછપરછ ચાલુ કરી દીધી છે. સત્તાવાર ધરપકડ ટૂંક સમયમાં કરાશે તેવી માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. મળેલી માહિતી પ્રમાણે આરોપીઓએ હત્યા કર્યાનુ કબુલ્યું છે. જાેકે પુરાવા એકઠા કરવા માટે પુછપરછ ચાલી રહી છે. આ હત્યા કેસમાં નક્સલી પ્રવૃત્તિની આશંકા સાથે પૂછપરછ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *