પાકિસ્તાન
પાકિસ્તાની સરકારની જીદના લીધે આ દેશની આવામને ખૂબ જ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. થોડાંક સમય પહેલાં જ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા ઇમ્પોર્ટ કરાયેલ ૨૮૭૬૦ મેટ્રિક ટન ખાંડનો એક જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ કિલોદીઠ ૧૧૦ રૂપિયા ચૂકવ્યા છે. ભારતીય અધિકારીઓના મતે પાકિસ્તાન જાે ઇચ્છત તો તેને ભારતથી ખાંડ ઘણી ઓછી કિંમતમાં મળી શકતી હતી.પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીના લીધે લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોટાભાગના શહેરોમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના ગામડાંઓમાં પણ રોજીંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓ જબરદસ્ત મોંઘી થતી જાેવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે પાકિસતાનના લોકો માટે ચાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે. જાે પાકિસ્તાન ઇચ્છે તો તેને ભારતના રસ્તે ખાંડ મળી જાત પરંતુ તેણે આ વર્ષે ભારતથી આયાત કરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનના સુપરસ્ટાર બોલર્સ શોએબ અખ્તરના શહેર રાવલપિંડીમાં ચા એ લોકોનો સ્વાદ બગાડ દીધો છે. અહીં એક કપ ચાની કિંમત ૪૦ રૂપિયા થઇ ગઇ છે. પાકિસ્તાનના અખબાર ડોનની સાથે વાતચીતમાં એક ચાવાળાએ કહ્યું કે પહેલાં એખ કપ ચાની કિંમત ૩૦ રૂપિયા હતી હવે ૪૦ રૂપિયા થઇ ગઇ છે. ચાની ભૂકી, ટી બેગ્સ, દૂધ, ખાંડ, અને ગેસ મોંઘો થતા છેલ્લાં કેટલાંક સમયમાં ચાના ભાવમાં ૩૫%નો ઉછાળો જાેવા મળ્યો છે. આ શખ્સનું કહેવું હતું કે દૂધનો ભાવ લીટર દીઠ ૧૦૫થી વધી ૧૨૦ રૂપિયા, ચાની ભૂકી ૮૦૦ થી ૯૦૦ રૂપિયા થઇ ગયો છે. તો ગેસના બાટલા માટે ૧૫૦૦થી ૩૦૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. તો બીજા ચા વાળા અબ્દુલ અજીજનું કહેવું છે કે મારી એક દિવસની કુલ કમાણી ૨૬૦૦ રૂપિયા હતી પરંતુ જ્યારે મેં મારો બધો નફો જાેડ્યો તો મને માત્ર ૧૫ રૂપિયાનો જ ફાયદો થયો હતો. આથી મેં ચાના ભાવમાં વધારો કર્યો.
