National

સંયુક્ત રાષ્ટ્ર સંઘ અફઘાનની આર્થિક સ્થિતિની ચિંતા જાહેર કરી

તાલીબાન
તાલિબાને કાબુલ પર કબજાે કરીને સત્તાનું સુકાન સંભાળ્યા પછી અફઘાનિસ્તાનની આર્થિક કંગાલિયતનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર પણ આર્થિક સ્થિતિ સામે ચિંતા જાહેર કરી ચૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન માટે આર્થિક દૃષ્ટિકોણથી આગામી ૧૩ મહિના ખતરનાક છે. યુએનડીપીએ એમ પણ કહ્યું કે ગરીબી દરને નીચો કરવો હોય તો અફઘાનિસ્તાનના બાળકો, વૃદ્ધો અને વિકલાંગ લોકો સહિત પરિવારોને દર વર્ષે ૩૦ કરોડ ડોલરની રોકડ સહાયની ચુકવણી જ એકમાત્ર ઉપાય બચ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમ હેઠળ કામની અવેજમાં રોકડ ચુકવણી સ્વરૂપમાં ૧૦ કરોડ ડોલર અને નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા અંદાજે ૯૦ કરોડ ડોલરનો ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યા પછી દેશને મળતી રહેતી આર્થિક સહાયોમાં ઓટ આવી છે. તેને પગલે અફઘાન બેન્ક સિસ્ટમ અને અર્થવ્યવસ્થા તૂટું તૂટંુ થઈ રહી છે. આમ તો કોવિડ-૧૯ મહામારી અને દુષ્કાળે પહેલેથી જ અફઘાનિસ્તાનના અર્થતંત્રની કમર તોડી નાખી હતી. યુએનડીપીના અંદાજ મુજબ ઔવર્ષ ૨૦૨૨ સુધીમાં અફઘાનિસ્તાનમાં ગરીબી ગંભીર રૂપ લઈ શકે છે. આશંકા છે કે દેશના અંદાજે ૩.૯ કરોડ લોકો પૈકી ૯૦ ટકા પર તેનો પ્રભાવ જાેઈ શકાશે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ૨.૨૮ કરોડ લોકો ગંભીર ખાદ્ય બિનસલામતીનો સામનો કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની સ્થિતિને જાેતાં યુએનડીપીએ ઓક્ટોબરમાં જ એક વિશેષ ભંડોળની રચના કરી હતી. તે ભંડોળ માટે જર્મનીએ અંદાજેે પાંચ કરોડ યૂરોની ફાળવણી કરવા વચન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *