,કુન્નર
જે વિસ્તરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ત્યાં ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો રહે છે.બપોરના સમયે જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે આગની લપટો અને ધમાકાથી આસપાસના લોકોને જાણ થઇ. જેથી આસપાસ રહેલા કેટલાક શ્રમિકો તરત ઘટનાસ્થળ પર પહોંચ્યા. જાે કે તેઓ હેલિકોપ્ટરની નજીક ના જઇ શક્યા. કારણ કે તે સમયે હલિકોપ્ટર આગનો ગોળો બન્યું હતું. એક તો હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને ઉપરથઈ તે વૃક્ષો પર તૂટી પડયું, જેથી આગ વધારે ભભૂકી જેમાં બધું ખાખ થઇ ગયું. એક કલાક સુધી હેલિકોપ્ટર સળહતું રહ્યું અને રાખ થઇ ગયું. હેલિકોપ્ટરની સાથે મોટા મોટા અનેક વૃક્ષો પણ બળીને ખાખ થઇ ગયા તો એક સ્થાનિક શ્રમિકે જણાવ્યું કે લેન્ડિંગ થાય તે પહેલા હેલિકોપ્ટર એક વૃક્ષ સાથે અથડાયું અને ક્રેશ થઇ ગયું. પહેલા તો લોકોને લાગ્યું કે આગ વૃક્ષોમાં લાગી છે, પરતં નજીક ગયા તો હેલિકોપ્ટર જાેયું. બાદમાં સ્થાનિક લોકોએ પોતાની રીતે આગ ઓલવવાના અને અંદર રહેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા પરંતુ આગ એટલી તીવ્ર હતી કે જાઝી સફળતા ના મળી. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના સ્થળ સુધી જવાનો એક માત્ર રસ્તો પણ ચાના બગીચાઓમાં થઇને જતો હતો. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત કુલ ૧૩ લોકોના મોત થયા છે. આ ઘટનાથી દેશ આખાને આઘાત લાગ્યો છે. તામિલનાડૂના નીલગીરી જિલ્લાના પશ્ચિમી ઘાટવાળા વિસ્તારમાં આવેલા એક ગામની અંદર બુધવારે સેનાનુ હેલિકોપ્ટર તૂટયું છે. ત્યારે આ દુર્ઘટનાના પ્રત્યદર્શી લોકોએ તે સમયના ભયાવહ દ્રશ્યો વિશે જાણકારી આપી છે. જ્યારે હેલિકોપ્ટર તૂટયું ત્યારે એક ધમાકો થયો અને બાદમાં આગની વિશાળ લપટો દેખાઇ.
