મુંબઈ
ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફાર થશે તેવો અહેવાલ પણ વાહિયાત છે. ટીમમાં કોઈ ફેરફાર થશે નહીં. કોહલીની કેપ્ટનશિપ અંગે બોર્ડના અધિકારીઓ વચ્ચે કોઈ ચર્ચાવિચારણા થઈ નથી. કોહલીએ જાતે જ ર્નિણય લીધો હતો અને તેણે બોર્ડને તેની જાણી કરીકેટલાક સિનિયર ખેલાડીઓએ સુકાની વિરાટ કોહલી સામે બોર્ડના સેક્રેટરી જય શાહને ફરિયાદ કરી હતી તેવી સતત થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે બીસીસીઆઇએ આખરે ખુલાસો કરીને જણાવ્યું હતું કે, કોહલી સામે કોઈ ખેલાડીએ ફરિયાદ કરી નથી અને કોઈએ તેની સામે વિરોધ વ્યક્ત કર્યો નથી. બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે પણ કોહલી સામે ફરિયાદ થઈ છે તેવા અહેવાલને બિનપાયાદાર ગણાવ્યા હતા. ધુમલે જણાવ્યું હતું કે, ટી૨૦ ટીમની કોહલીએ છોડેલી કેપ્ટનશિપના મામલામાં બોર્ડની કોઈ ભૂમિકા રહી નથી અને આ તેનો પોતાનો ર્નિણય હતો. મીડિયાએ પહેલાં તપાસ કર્યા બાદ અહેવાલ રજૂ કરવાની જરૃર હતી. કોઈ પણ ભારતીય ક્રિકેટરે લેખિતમાં કે મૌખિક રીતે કોહલીની ફરિયાદ કરી નથી. ધુમલે એમ પણ ઉમેર્યું હતું કે, બીસીસીઆઇ તમામ ખોટા અહેવાલનો જવાબ આપી શકે તેમ નથી.
