Sports

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં શેરિફે રિયલ મેડ્રિડને હરાવી અપસેટ સર્જ્‌યો

નવી દિલ્હી
સેબેસ્ટિયન થિલએ ૯૦મી મિનિટે કરેલા ગોલની મદદથી માલ્દોવાની ક્લબ શેરિફે રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની મેચમાં ૨-૧થી હરાવીને અપસેટ સર્જ્‌યો હતો. શેરિફનો આ સતત બીજાે વિજય છે. તે ગ્રૂપ-ડીમાં છ પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે અને રિયલ મેડ્રિડ તેનાથી ત્રણ પોઇન્ટ પાછળ છે. શખ્તાર ડોનેસ્ક અને ઇન્ટર મિલાનના એક-એક પોઇન્ટ છે. બંનેનો મુકાબલો ગોલવિહોણો ડ્રો રહ્યો હતો. શેરિફે પ્રથમ મેચમાં ડોનેસ્કને ૨-૦થી હરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *