મુંબઈ
ભારતને આ ઇવેન્ટમાં ચાર ગોલ્ડ મેડલ તેવી આશા છે. રૃદ્રાક્ષ પાટિલ, ધનુષ શ્રીકાંત અને પાર્થ માખિજાએ જુનિયર મેન્સ ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જુનિયર વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલમાં મેહુલી ઘોષ, રમિતા તથા નિશા કંવર પણ ફાઇનલમાં પહોંચી હતી. જુનિયર વિમેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકર ૫૭૪ પોઇન્ટ સાથે ત્રીજા અને રિધમ સાંગવાન ૫૭૭ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી.ભારતના ૧૨ શૂટર્સ પેરુના લીમા ખાતે ચાલી રહેલી જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. છ વ્યક્તિગતઔઇવેન્ટના મુકાબલા બુધવારે યોજાયા હતા જે તમામ ઓલિમ્પિક કેટેગરીના છે.
