નવી દિલ્હી
રાજસ્થાન માટેની કરો યા મરોવાળી મેચમાં ઇવિન લૂઇસે આક્રમક શરૃઆત કરી હતી અને તેણે પોતાની આઇપીએલની નિષ્ફળતાઓને ભૂલી જઇને ત્રણ વર્ષ બાદ અડધી સદી ફટકારી હતી. તેની આ ટી૨૦ કારકિર્દીની ૩૭મી અડધી સદી પણ હતી. લૂઇસ આઇપીએલની ત્રીજી સિઝનમાં રમી રહ્યો છે. ૨૦૧૮માં તેણે ૧૩ મેચમાં ૩૮૩ રન બનાવ્યા હતા પરંતુ ૨૦૧૯ની સિઝન સામાન્ય રહી હતી. બેંગ્લોર સામેની મેચમાં તે પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૩૭ બોલમાં ૫૮ રન બનાવીને આઉટ થયો હતો. હર્ષલ પટેલ માટે વર્તમાન આઇપીએલ શાનદાર રહી છે. તેણે અત્યાર સુધીમાં ૨૬ વિકેટ ઝડપી છે અને લીગના ઇતિહાસમાં બેંગ્લોર તરફથી પણ આ બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. આ પહેલાં લેગ સ્પિનર ચહલે ૨૦૧૫માં બેંગ્લોર તરફથી હાઇએસ્ટ ૨૩ વિકેટ ઝડપી હતી. મુંબઇ સામે તેણે હેટ્રિક ઝડપી હતી. તેનો સ્ટ્રાઇક રેટ ૯.૦૦નો રહ્યો છે અને તે એક વખત પાંચ વિકેટ ઝડપી ચૂક્યો છે. આઇપીએલની એક સિઝનમાંઔહાઇએસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ચેન્નઇ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોના નામે છે જેણે ૨૦૧૩માં ૩૨ વિકેટ ઝડપી હતીબોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગ બાદ ગ્લેન મેક્સવેલે કરેલી સ્ફોટક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અહીં રમાયેલી આઇપીએલ ટી૨૦ લીગની ૪૩મી મેચમાં રાજસ્થાન રોયલ્સને કોઇ પણ મુશ્કેલી વિના આસાનીથી સાત વિકેટે પરાજય આપ્યો હતો. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. રાજસ્થાનની ટીમે નવ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા. તેના જવાબમાં બેંગ્લોરની ટીમે ૧૭.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૩ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. રનચેઝ કરનાર બેંગ્લોરની ટીમ માટે મેક્સવેલે ૩૦ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા અને તેણે આ સાથે ટી૨૦ ક્રિકેટમાં સાત હજાર રન પણ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. શ્રીકાર ભરતે ૩૫ બોલમાં ૪૪ તથા સુકાની કોહલીએ રનઆઉટ થતા પહેલાં ૨૫ રન બનાવ્યા હતા. આ પહેલાં રાજસ્થાને ૧૨મી ઓવરમાં બે વિકેટે ૧૦૦ રન પૂરા કર્યા હતા પરંતુ બેંગ્લોરના બોલર્સે વળતો પ્રહાર કરતાં તે મોટા સ્કોરથી વંચિત રહી હતી. રાજસ્થાન માટે ઓપનર ઇવિન લૂઇસે ૩૭ બોલમાં ૫૮ તથા જયસ્વાલે ૩૧ રન બનાવ્યા હતા.