નવી દિલ્હી
સ્ટોપેજ ટાઇમમાં લૂઇસ સુઆરેઝે પેનલ્ટી ઉપર નોંધાવેલા ગોલની મદદથી એટ્લેટિકો મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં ૧૦ ખેલાડી સાથે રમી રહેલી એસી મિલાનને ૨-૧થી હરાવી હતી. એટ્લેટિકો માટે પ્રથમ ગોલ ગ્રિજમાને નોંધાવ્યો હતો. બીજાે ગોલ સુઆરેઝે કર્યો હતો. મિલાનને એક કલાક સુધી ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડયું હતું. તેના મિડફિલ્ડર ફ્રેન્ક કેસીને બીજું યલો કાર્ટ આપવામાં આવ્યું હતુંસ્ટાર ખેલાડી લાયોનલ મેસ્સીએ પેરિસ સેન્ટ જર્મેન માટે પ્રથમ ગોલ નોંધાવતા તેની ટીમે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના ગ્રૂપ તબક્કાના મુકાબલામાં માન્ચેસ્ટર સિટીને ૨-૦થી પરાજય આપ્યો હતો. છ વખત ફિફાના બેસ્ટ ખેલાડી બની ચૂકેલા મેસ્સીએ ૭૪મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો. તેને સાથી ખેલાડી કેલિયન મબાપેએ શાનદાર ક્રોસ પાસ આપ્યો હતો. મેસ્સીએ તેની જૂની ક્લબ બાર્સેલોના માટે ૬૭૨ ગોલ નોંધાવ્યા હતા પરંતુ પીએસજી માટે ત્રીજી મેચમાં આ તેનો પ્રથમ ગોલ રહ્યો હતો. સિટીની ટીમ પીએસજી સામેની છેલ્લી પાંચ મેચમાં પ્રથમ વખત હારી છે. પીએસજી ગોલ સરેરાશના આધારે ગ્રૂપ-એમાં ટોચના ક્રમે છે. ક્લબ બ્રુજે અને પીએસજીના સમાન ચાર પોઇન્ટ છે અને સિટી ત્રણ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.