નવી દિલ્હી
યુએસ ઓપન ચેમ્પિયન એમ્મા રાડૂકાનુને આગામી મહિને રમાનારી બીએનપી પારિબાસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વાઇલ્ડ કાર્ડ મળ્યું છે. મેન્સ અને વિમેન્સમાં આ ટૂર્નામેન્ટ ચોથીથી ૧૭મી ઓક્ટોબર સુધી રમાશે. આ ટૂર્નામેન્ટમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત એશ્લે બાર્ટી, જાપાનની નાઓમી ઓસાકા અને સ્વિસ સ્ટાર રોજર ફેડરર રમી રહ્યા નથી. બ્રિટિશ ખેલાડી રાડૂકાનુએ પ્રોફેશનલ યુગમાં ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ ક્વોલિફાયર ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી.