Sports

કોહલી સામે ટીમના એક પણ ખેલાડીએ ફરિયાદ કરી નથી

નવી દિલ્હી,
કોઈ પણ ભારતીય ક્રિકેટરે ક્રિકેટ બોર્ડને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. ક્રિકેટ બોર્ડ દરેક ખોટા અહેવાલનો જવાબ ન આપી શકે. અમે અમુક અહેવાલો જાેયા જેમાં કહેવાયું હતું કે ભારતની વિશ્ર્‌વકપ ટીમમાં ફેરફાર થશે.ધૂમલે કોહલીની કેપ્ટનશીપ છોડવા અંગે કહ્યું કે મીડિયાએ મને પૂછયું કે શું ક્રિકેટ બોર્ડે કોઈ ર્નિણય લીધો છે તો મેં કહ્યું કે બિલકુલ નહીં. બોર્ડે કોઈ ર્નિણય લીધો નહોતો અને આ અંગે કોઈ ચર્ચા પણ કરી નહોતી. કોહલીએ કેપ્ટનશીપ છોડવાનો ર્નિણય પોતે જ લીધો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ એવા અહેવાલોને ફગાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અમુક સીનિયર ખેલાડીઓએ વિરાટ કોહલીની ફરિયાદ બોર્ડ સચિવ જય શાહને કરી હતી. બોર્ડના ખજાનચી અરુણ ધૂમલે કોહલીની સામે ફરિયાદ કરાયાની વાતને નિરાધાર ગણાવી હતી. આ સાથે જ ધૂમલે ફરી એક વખત કહ્યું કે કોહલીની ટી-૨૦ ટીમ કેપ્ટનશીપ છોડવામાં બીસીસીઆઈની કોઈ જ ભૂમિકા નહોતી અને આ તેનો વ્યક્તિગત ર્નિણય હતો. કોહલીએ ૧૬ સપ્ટેમ્બરે ભારતીય ટી-૨૦ ટીમની કેપ્ટનશીપ છોડવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ એક અહેવાલમાં કહ્યું હતું કે કોહલી પસંદગીકારો પાસે ગયો હતો અને તેણે રોહિતને વાઈસ કેપ્ટન તરીકે દૂર કરવા માટે કહ્યું હતું. એક દિવસ પહેલાં અહેવાલોમાં કહેવાયું હતું કે વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ન્યુઝીલેન્ડ સામે મળેલા પરાજય બાદ ભારતના બે વરિષ્ઠ ખેલાડી ચેતેશ્ર્‌વર પુજારા અને અજિંક્ય રહાણેએ જય શાહને કોહલી વિશે ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *