Uncategorized

જિલ્લામાં અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા કોવિડ દર્દીઓને રેડમિસિવિર ઈન્જેકશન તેમજ પૂરતો ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવે

જિલ્લામાં અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા કોવિડ દર્દીઓને રેડમિસિવિર ઈન્જેકશન તેમજ પૂરતો ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું હતું કે કોવિડ દર્દીઓ ગમેતે હોસ્પિટલમાંમાં કોરોના સારવાર લઈ શકશે
લાઠી કુંડલા,રાજુલા સિવીલ હોસ્પિટલને ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવા રાજ્ય સરકારમાં રજુઆત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાંમાં સારવાર લેતા કોવિડ દર્દીઓને રેડમેસીવીર ઈન્જેકશન તેમજ ઓક્સિજનનો પૂરતો જથો આપવાની રજુઆત લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી કરવામાં આવેલ છે
તેઓએ રાજ્ય સરકારને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે કોવિડ દર્દીઓ ગમે તે ખાનગી હોસ્પિટલમાંમાં કોરોના સારવાર મેળવી શકશે અને ડૉક્ટર તેની પૂરતી સારવાર આપી શકશે હાલ કોવિડ દર્દીઓની સંખ્યા વધતી જાય છે જિલ્લાના તાલુકા મથકે આવેલ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનની મુશ્કેલીઓ વધતી જાય કોરોના રિપોર્ટ હજુ નો આવ્યો હોય અને લક્ષનો હોય તેવા દર્દીઓનેને પણ પૂરતા પ્રમાણમાં રેડમેસીવીર ઈન્જેકશન મળતા નથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ અને સિવિલ તેમજ કોવિડ માન્ય હોસ્પિટલ ને રેડમેસીવીર ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે અન્ય ખાનગી હોસ્પિટલમાં નહિ હાલ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન અને ઓક્સિજનનો જથ્થો નહિ મલવાના કારણે મૃત્યુ આંક વધવા લાગ્યો છે ત્યારે આપની જાહેરાત મુજબ નીતિ અન્વયે રાજ્યની જનતાના હિત માટે રાજ્યની કોઈપણ હોસ્પિટલ કોવિડ ની સારવાર લેતા દર્દીઓને ને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ઈન્જેકશન મળે તે જરૂરી છે તેમજ લાઠી ,કુંડલા અને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવાની મંજરી પણ ત્વરિત આપવા રજુઆત કરવામાં આવેલ છે

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20210428-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *