એંકર…..
જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોના રસીકરણની સજ્જતા ચકાસવા ૧૦ સ્થળોએ યોજાઇ ડ્રાય
વિઓ…..
વૈશ્વિક મહામારી કોરોનાના પડકારને પહોંચી વળવા આરોગ્ય વિભાગ દ્વારા પુખ્ત વયના લોકો માટે સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ થશે. આ સંદર્ભે કોરોના રસીના વિતરણને લઇને કોઇ સમસ્યાના સર્જાઇ અને અડચણોના નિવારણ માટે જૂનાગઢ શહેર જિલ્લામાં આજે ૧૦ સ્થળોએ ડ્રાય રન યોજવામાં આવી હતી.
જૂનાગઢ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત આંબેડકર નગર પ્રા.શાળા, ખાતે યોજાયેલ ડ્રાય રન સેન્ટરની જિલ્લા કલેક્ટર અને મ્યુ.કમિશનરે મુલાકાત લઇ રસીકરણની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે રસીકરણના લાભાર્થી તેમની ખરાઇની સિસ્ટમ રસીકરણ રૂમની વ્યવસ્થા નિરીક્ષણ રૂમ સહિતની મુલાકાત લઇ ડ્રાય રનનું પ્રત્યક્ષ નીરીક્ષણ કર્યું હતું.
ડ્રાય રનના નિરીક્ષણ બાદ કલેક્ટર ડો. સૌરભ પારઘીએ કહ્યું કે, આજે જે મળનાર ફિડબેક, રસીકરણની ડેટા એન્ટ્રી, મેન પાવર, રસીકરણ સ્ટાફની મુશ્કેલી, લાભાર્થીની અગવડતા સહિતની બાબતોનું નિરીક્ષણ કરાશે. જેથી રસીકરણ રાઉન્ડ શરૂ થાય ત્યારે કોઇ અડચણ ના આવે. જેથી રસીકરણનું આ સૌથી મોટુ અભિયાન જિલ્લામાં સફળતાપૂર્ણ પાર પાડી શકાય.
જૂનાગઢ શહેરમાં ૨૧૮ અને જિલ્લામાં ૭૩૨ સ્થળો રસીકરણ માટે નિશ્વિત કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૫ સ્થળોએ રસીકરણના સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવી છે.
રિપોર્ટ બાય ઋષિ જોશી જૂનાગઢ



