*રાજકોટ મોરબી રોડ બેડી વાછકપર પાસે ઈંગ્લીશ દારૂનો જથ્થો કટિંગ સમયે ૪ ઈસમોને પકડી પાડતી કુવાડવા પોલીસ સ્ટેશન.*
*રાજકોટ શહેર તા.૪/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર કુવાડવા પોલીસ સ્ટેશન P.I એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ P.S.I આર.કે.રાઠોડ, હિતેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઈ અજાગીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ ચાવડા, નાઓ પેટ્રોલિંગ દરમિયાન કિશનભાઈ અજાગીયા, રાજેશભાઈ ચાવડા નાઓને ખાનગીરાહે મળેલ હકિકત બાતમી આધારે બેડી વાછકપર પાણીના સંપ પાસે રામાભાઈ ભરવાડના કબ્જા વાળી જગ્યામાં તબેલામાં રામભાઈ દેવાભાઈ ઝાપડા નાઓએ મંગાવેલ ઈંગ્લીશ દારૂના મોટા જથ્થાનુ કટિંગ ફોરવીલ ગાડીમાં થવાનુ હોય. P.S.I આર.કે.રાઠોડ નાઓના સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ૪ ઈસમ ૩ વાહન સાથે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે. (૧) ભીખાભાઈ રાજુભાઈ ગોળીવાળીયા જાતે.રાવળદેવ ઉ.૩૫ રહે. બેડી વાછકપર પાણીના સંપની બાજુમાં રામાભાઈ ઝાપડાની વાડીમાં મુળ ગામ.ભામાથળ જી.પાટણ, (૨) ભીખાભાઈ ઉકાભાઈ મુંધવા જાતે.ભરવાડ ઉ.૪૮ નાલંદા સોસાયટી શેરીનં-૫ કાલાવડ રોડ રાજકોટ, (૩) પથુભાઈ ભુપતભાઈ વાંસકુડા જાતે.વાંજા ઉ.૧૯ રહે. બેડી વાછકપર પાણીના સંપની બાજુમાં રામાભાઈ ઝાપડાની વાડીમાં રાજકોટ, (૪) નાનજી ભુલસિંગ ગણાવા જાતે.આદિવાસી ઉ.૧૯ રહે. બેડી વાછકપર પાણીના સંપની બાજુમાં રામાભાઈ ઝાપડાની વાડીમાં રાજકોટ, મુળ.કાબરીચેલ જી.અલીરાજપુર M.P, (૫) રામાભાઈ દેવાભાઇ ઝાપડા. ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તેમજ સ્કોપીયો ગાડી નંબર. GJ-12-DS 1468 તથા જેનીયો ઠાઠા વાળી ગાડી નંબર. GJ-12-AY 3696 તથા સફેદ કલરની સેન્ટ્રો કાર નંબર. GJ-03-FK 2274 મળી કુલ-૧૮,૪૮,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ હોય. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા, આર.કે.રાઠોડ, હિતેન્દ્રસિંહ ઝાલા, હિતેશભાઈ ગઢવી, હરેશભાઈ સારદિયા, કિશનભાઈ અજાગીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ ચાવડા. નાઓએ કામગીરી કરેલ હોય.



