*રાજકોટ શહેરમાં જમીન પચાવી પાડવા મામલે અધિનિયમ-૨૦૨૦ અન્વયે F.I.R દાખલ, કલેક્ટર રેમ્યા મોહન.*
*રાજકોટ શહેર તા.૪/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવેલ હોય. જે બેઠકમાં કુલ-૯ કેસોની ચર્ચા કરવામાં આવેલ. જે પૈકી રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામના રે.સ. નં.૫૬૦ પૈ.૧ તથા ૫૬૦ પૈ.૩ ની જમીન પચાવી પાડવાની ફરિયાદી ગજેન્દ્રભાઈ ઉર્ફે ગીજુભાઈ શીવભાઈ સાંગાણી, રહે. ગોંડલની ફરીયાદ અન્વયે પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્યના તપાસ અહેવાલ આધારે આ કામના સામાવાળાઓ (૧) કમલેશભાઈ રાજુભાઈ સિંધવ, (૨) નરેશભાઈ ૨ાજુભાઈ સિંધવ, (૩) રમેશભાઈ રાજુભાઈ સિંધવ, (૪) ધીરૂભાઈ બચુભાઈ ગમારા વિરૂધ્ધ સમિતિના નિર્લય અનુસાર પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્યના તપાસ અહેવાલ મુજબ. F.I.R દાખલ કરવા અંગેની કાર્યવાહી અત્રેના તા.૨/૧/૨૦૨૧ ના પત્રથી પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામને જણાવેલ છે. આમ, “ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦” અન્વયે રાજકોટ જીલ્લાનામાં કક્ષાએ-૧ F.I.R દાખલ થયેલ હોવાનું જણાવવામાં આવે છ


