*રાજકોટ શહેર આમ્રપાલી અન્ડરબ્રીજની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ.*
*રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અવારનવાર ટ્રેન પસાર થતી હોય. દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. પરિણામે આ સ્થળે પ્રથમ ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. પરંતુ બ્રિજ બનતા રેસકોર્ષ સહિતના સ્થળો કપાતમાં આવતા હોય ઉપરોકત પ્રોજેકટ પડતો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સ્થળે અંડર બ્રિજ બનાવવાનુ આયોજન કરી વિજીબીલીટી રિપોર્ટ અને ડિઝાઈન તૈયાર કરવામાં આવેલ. એસ્ટીમેન્ટ રૂા.૨૫.૫૩ કરોડનો હોય આ સ્થળે બ્રિજ બનાવવા માટે રેલ્વે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવેલ. ઉપરોકત બ્રિજ રેલ્વે વિભાગ બનાવશે તેવું નકકી થતાં મહાનગરપાલિકાએ રૂા.૨૫,૫૩,૧૮,૯૯૨ રેલ્વે વિભાગને આપવામાં આવ્યા હતા. અને રેલ્વે વિભાગે બ્રિજની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી હતી. આ સમય દરમિયાન લોકડાઉન આવતા રોડ ઉપર વાહન વ્યવહાર બંધ થઈ જતાં કામમાં સરળતા રહેતા કામ ઝડપી બન્યું હતુ. પરિણામે જાન્યુઆરી માસની શરૂઆતે જ મોટાભાગનું અંડર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે રંગ-રોગાન સહિતની કામગીરી બાકી હોય આજરોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લઈ બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરી આગામી સપ્તાહમાં બ્રિજનું લોકાર્પણ થઈ જશે તેમ જણાવ્યું હતું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*



