*રાજકોટ શહેર જીલ્લા પંચાયત ચોકમાં કન્સ્ટ્રકશન સાઈટ ઉપરથી સગીરાને ઉઠાવી જનાર M.P ના શખ્સને ૮ મહિને એ.ડિવિઝન પોલીસ પકડી પાડેલ છે.*
*રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૧ ના રોજ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના રાણાપુર તાલુકાના રાયન ફળીયાના વતની અને રાજકોટમાં જુદી જુદી કન્સ્ટ્રકશન સાઈટ ઉપર રહી મજૂરીકામ કરતા પરિવારની ૧૩ વર્ષીય દિકરીનું લોકડાઉન વચ્ચે ૧૪ એપ્રિલના રોજ અપહરણ થઇ ગયું હતું. જેથી અજાણ્યા શખ્સ સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા એ.ડિવિઝન P.I સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ P.S.I જે.એમ.ભટ્ટ અને સ્ટાફે આ સગીરાને ઉઠાવી જનાર M.P ના જાંબુઆ જીલ્લાના કંજાવાની ગામના પિંજુ બરીયાભાઈ પરમાર નામના શખ્સને જીલ્લા પંચાયત ચોક પાસેથી જ દબોચી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. અને સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી.*


