*રાજકોટ શહેર રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીના વાઈસ ચેરમેન તથા મેનેજરની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.*
*રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર રામેશ્ર્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો સામે ૩.૧૨ લાખની ઉચાપતની ફરિયાદ મેડિકલ સ્ટોરના સંચાલક સંજય જયંતીભાઈ સોજીત્રાએ નોંધાવી ચેરમેન સંજય દૂધાગરા, વાઈસ ચેરમેન ગોપાલ લક્ષ્મણભાઈ રૈયાણી જાતે.પટેલ ઉ.૭૪ રહે. ખોડીયારનગર મેઈન રોડ. નંદાહોલ પાછળ રાજકોટ. મેનેજર વિપુલ રતિભાઈ વસોયા જાતે.પટેલ ઉ.૩૪ રહે. મહેશ્વરી સોસાયટી કોઠારીયા રોડ રાજકોટ. સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ૪૨૦૦ સભ્યોના કુલ-૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થયાનું બહાર આવ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર પ્રવિણ કુમાર મીણા, એચ.એલ.રાઠોડે આ અંગે તપાસનો દૌર સંભાળ્યો હતો. આરોપી વિરુદ્ધ I.P.C કલમ-૪૦૬,૪૦૯,૪૨૦ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હોય. ફરારી આરોપીઓને ઝડપી લેવા માટે P.I જે.ડી.ઝાલા, P.S.I જે.બી.પટેલ, પોલીસ ટીમના નિલેશ મકવાણા, રણજીતસિંહ પઢેરીયા, મનરૂપગીરી ગોસ્વામી, હિરેનભાઈ પરમાર, સલીમભાઈ મકરાણી, ભાવેશ મકવાણા, રણજીતસિંહ જાડેજા, મનીષભાઈ સીરોડીયા, વાલજીભાઈ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઈ ગઢવી અને હિતેન્દ્રસિંહ ઝાલાએ કાર્યવાહી હાથ ધરી હતી અને કરોડોનું ઉઠમણું કરવાના કૌભાંડમાં ફરાર ગોપાલ લક્ષ્મણ રૈયાણી (વાઈસ ચેરમેન) અને વિપુલ રતિ વસોયાને ઝડપી લઈ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.*


