Uncategorized

વાંકાનેર ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ની પ્રમાણિકતા*

*વાંકાનેર ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ની પ્રમાણિકતા*

વાંકાનેર : વાંકાનેરની 108 ઇમર્જન્સી સેવાની ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીના પરિવારને રૂ.4872 રોકડ રકમ સહિત સમાન પરત કરીને માનવતા મહેકાવી હતી. મોરબી જિલ્લાના જિલ્લા સુપરવાઇજર વિરાટ પંચાલને કાર્યને બિરદાવ્યું હતું.

ગત તા. 30/12/2020 ના રોજ બુધવારે સાંજે 7:20 વાગે ઢુવાથી મોરબી તરફ જવાના રસ્તા પર બકાલું લઈને જતા રિક્ષા ચાલકનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેની જાણ 108 વાંકાનેરની ટીમને થતાં તાત્કાલિક જ ઇએમટી પ્રવીણભાઈ અને પાઇલોટ રાજદીપસિંહ 108 લઈને રવાના થયા હતા. ઘટના સ્થળે પહોંચીને એમને રિક્ષામાં રહેલ ઇજાગ્રસ્તને બહાર લાવીને સારવાર કરી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ સમયે 108 ની ટીમને રૂ. 4872 રોકડ રકમ અને એક એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો. જેને 108 ની ટીમે ઇજાગ્રસ્તનાં ભાઈને પરત આપીને એક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. મોરબી જિલ્લાના સુપરવાઇજર વિરાટ પંચાલને કાર્યને બિરદાવી આ જ રીતે 108 ની ટીમ મોરબી જિલ્લામાં પ્રમાણિકતા અને જીવનદાયક બનીને મદદરૂપ થાય છે તેમ જણાવ્યું હતું.

IMG-20210101-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *