Uncategorized

અમરેલી જિલ્લામાં રેમડેસીવર ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના ઔષધ

અમરેલી જિલ્લામાં રેમડેસીવર ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવો
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના ઔષધ નિયમન તંત્રના કમિશનર ને પત્ર પાઠવી રજુઆત કરી

પ્રદેશ ભાજપ પ્રમુખ ઈન્જેકશનનો જથ્થો સુરત માટે મંગાવી શકતા હોય તો અમરેલી જિલ્લા ને કેમ નો મળે? ધારાસભ્ય ઠુંમર
–/————————————

રાજ્યમાં કોરોના કેસ વધતા રેમડેસિવરના ઈન્જેકશનની પુષ્કળ પ્રમાણમાં માંગ ઉઠવા પામી હતી દર્દીઓના સગાને સમય મર્યાદામાં ઈન્જેકશન નહિ મળતા રોષ પણ જોવા મળી રહ્યો હતો
ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યમાં ખોરાખ અને ઔષધ નિયમનના કમિશનર ને પત્ર પાઠવી અમરેલી જિલ્લામાં રેમડેસિવેર ના ઈન્જેકશનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી રજુઆત કરેલ છે
ધારાસભ્ય ઠુંમરે પત્રમાં રજુઆત કરેલ છે કે જિલ્લામાં કોરોના વાયરસના અતિ સંક્રમણ ના કારણે મૃત્યુદર વધ્યો છે માટે તાત્કાલિક અસરથી અમરેલી જિલ્લામાં ૨૫૦૦ ડોઝ રેમડેસિવેર ના ઈન્જેકશનનો જથ્થો આપવામાં આવે કારણ અમરેલી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય માંથી અમારી સુધી રજુઆત આવી રહી છે
ત્યાર જો ભાજપ પ્રદેશ પ્રમુખ ને ૫૦૦૦ ઈન્જેકશન મળતા હોય તો અમરેલી જિલ્લા ને ૨૫૦૦ ઈન્જેકશન કેમ નો મળે તેવા અણીયારો સવાલ પણ ધારાસભ્ય ઠુંમરે પત્રમાં વિભાગ સમક્ષ કરેલ છે

IMG-20210409-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *