આજ રોજ ભેસાણ ખાતે તાલુકા હેલ્થ કચેરી ભેસાણ દ્વારા તાલુકા લેઉવા પટેલ સમાજે “આશા સંમેલન” નું આયોજન કરવામાં આવેલ. તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. આર. આર. ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી ભેસાણ તથા જીલ્લા મહીલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ટીમ સાથે હાજરી આપેલ હતી. આશા બહેનો તથા આશા ફેસીટીલેટર દ્વારા આરોગ્ય ને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી જે કૃતિઓ દ્વારા આરોગ્ય ના સંદેશાઓ લોકો સુધી પહોંચે અને લોકોની સુખાકારી વધે તેવા ઉદેશો સાથે આ સંમેલન ને આગળ વધારવામાં આવેલ.આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. રવિન્દ્ર ચુડાસમાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આશાઓ એ ગામડાઓમાં કામ કરતા આરોગ્ય ના પાયાના કાર્યકરો જણાવ્યા હતા અને તેમના દ્વારા આશા બહેનો ને લગત કોઈ પણ પ્રશ્ન નો હલ સમય મર્યાદા પુર્ણ કરવાની ખાત્રી સાથે તેમની કામગીરી ને બીરદાવી હતી. મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કોરોના મહામારીમાં આશા બહેનો તથા આશા ફેસીટીલેટર બહેનો ની કામગીરી ને બીરદાવી હતી. આ ઉપરાંત જુનાગઢ થી પધારેલ મહીલા અને બાળ વિકાસ શાખાના અધિકારીશ્રી જસાણી સાહેબ, ખારચીયાના આયુષ મેડિકલ ઓફીસર
શ્રી કરંગીયા સાહેબ,ડો.હિરેન વૈશ્ણવ આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર -ભેસાણ, જીલ્લા આશા કોઓડીનેટર ભાર્ગવ વ્યાસ દ્વારા આશા સંમેલન ને સંલગ્ન વકતવ્યો રજુ કરી કાર્યક્રમને દિપાવ્યો હતો. તમામ આશા બહેનો માથી પ્રા. આ. કેન્દ્ર વાઈઝ પ્રથમ, દ્વીતીય અને તૃતીય ક્રમ આપી મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત ઈનામો આપી ને તેમની કામગીરી ની સરાહના તાલીના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભેસાણ આરોગ્ય ટીમ જેમા ડો. રસીક ચુડાસમા મે. ઓ. રાણપુર, ડો. હિરેન વૈશ્ણવ, ડો. નિરાલી નિમ્બાર્ક, પી. જે. વાઘમસી, એમ. જે રામાણી, કે. કે. ભેડા, સુજીત ભુવા, ડી. આર. ઝાપડા, મીતલ વીઝુડા, કેલ્વિન ભેસાણીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. ફોટોગ્રાફીની જવાબદારી ગોવિંદ રામ એ નિભાવી હતી, આભારવિધિ ભરતભાઈ પાઘડાળ દ્વારા કરવામાં આવી હતી અને એંકર તરીકે શ્રી એચ. બી. નાગાણી તાલુકા હેલ્થ સુપરવાઈઝર -ભેસાણ એ સેવા બજાવી હતી..
