*એપ્રિલની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તથા તમામ સ્વાગત કાર્યક્રમો મોકુફ*
*એપ્રિલ મહિનાના દરેક શનિ-રવિ સરકારી કચેરીઓમાં રજા રહેશે*
અમરેલી, તા: ૯ એપ્રિલ ૨૦૨૧
અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૭/૪/૨૦૨૧ ના શનિવારે તેમજ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ૨૨.૪.૨૦૨૧ ના રોજ સ્વાગત કાર્યક્રમો યોજાનાર હતા જે મોકૂફ રાખવામાં આવે છે. હાલ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોય તેના અટકાયતના પગલે સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ મેળાવડામાં ૫૦ થી વધુ લોકોને એકત્ર થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમજ ૩૦ એપ્રિલ સુધી તમામ સરકારી કચેરીઓ શનિવાર અને રવિવારે બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.
અમરેલી જિલ્લા માહિતી કચેરી સુમિત ગોહિલ
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ