*ઓડિસા પરિવારો દ્વારા વસંતપંચમી ના દિવસે સરસ્વતિજી માતા ની સામુહિક પૂજા અર્ચના કરાય.*
*વીઓ:-*
વેરાવળ (શાપર) મા બહાર ના રાજ્યો થી વસવાટ કરતા ઓડિસા રાજ્ય ના ભાઈઓ દ્વારા દર વર્ષે સરસ્વતિ માતાજી ની પૂજા અર્ચના હોમ હવન વગેરે કરવા મા આવે છે જેમાં સૌ ઓડિસા પરિવાર દ્વારા સાથે મળી ને માતાજી ની પૂજા અર્ચના વગેરે કરવા મા આવે છે. અને અહીંયા આ સરસ્વતી માતાજી ની પૂજા અર્ચના 14 વર્ષ થી આયોજન કરવા મા આવે છે જેમાં શાપર-વેરાવળ ના ઓડિસા પરિવારો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહીને માતાજી ની આરાધના કરે છે અને આ વખતે હાલ કોરોના મહામારી ના કારણે હાલ શોર્ટ કાર્યક્રમો યોજીને માતાજી ની આરાધના કરાય હતી સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોસીયલ ડીસ્ટેંન્સ રાખીને આ કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં ઓડિસા પરિવાર દ્વારા સામુહિક સરસ્વતિ પૂજન ધર્મોલ્લાસ ભક્તિ ભાવ થી કરવા મા આવે છે સાથે મોટી સંખ્યા મા લોકો પ્રસાદી લેવા પણ જોડાયા હતા.આ આયોજન ને સફળ બનાવવા પ્રમોદભાઇ પ્રધાન,જીવન પાલ, રણજીત ગિરી,ગૌતમ જેના, ઇન્દ્રજીત માનીક,મહેસ્વર સ્વાઈન, બનબિહારી દાસ,અને રાકેશ દાસ સહીતના ઓ એ ખુબ સારી એવી જહેમત ઉઠાવી હતી..
*રિપોર્ટર:પંકજ ટીલાવત શાપર-વેરાવળ..*