જયભારત સહ જણાવવાનું કે , આપણા ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ અતિશય વધી ગયું છે . અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ સહિત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે . કોરોનાના કારણે આજે તમામ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે .
મારા વિધાનસભા મતવિસ્તાર અમરેલી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહેલ છે , જેના કારણે કોરોનાના દર્દીઓએ જિલ્લા કક્ષાએ અને બહારના જિલ્લાઓમાં સારવાર મેળવવા જવું પડે છે . હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે . એડવાન્સ પૈસા આપવા છતાં હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ થતા નથી . કોરોના સંક્રમિત દર્દીઓની ગંભીર સ્થિતિના કારણે વેન્ટીલેટર પરના દર્દીઓ મોટા પ્રમાણમાં છે . વેન્ટીલેટર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગંભીર દર્દીઓના મૃત્યુ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યા કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર અને ટોસીલીજુમેબ જેવા ઈન્જકશન ખૂબ જ અસરકારક રહ્યા છે . ફેબી ફલુ જેવી દવાઓ પણ અસરકારક રહી છે ,