*પ્રેસનોટ*
*તા-૦૯-૦૨-૨૦૨૧*
છેલ્લા એક વર્ષથી સંતરામપુર પો સ્ટેના ગુ.ર.નં. ૧૨૧૧/૨૦૨૦ IPC 379 મુજબના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.મહીસાગર
પોલીસ મહાનિદૅશક શ્રી સી આઇ ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓની નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ હોય જે અનુસંધાને પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જેથી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ..
દરમ્યાન એલ.સી.બી પોલીસ ઇન્સ.શ્રી.વી.ડી.ધોરડા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ સંતરામપુર પો.સ્ટે.ગુ.ર.નં. ૧૨૧૧/૨૦૨૦ IPC 379 મુજબના કામનો આરોપી મનજીભાઇ ભુરાભાઇ ખરાડી રહે.ઉખરેલી તા.સંતરામપુર જી.મહીસાગર નાનો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રણીયાપુરા ગામે ખેત મજુરી કરે છે તેવી બાતમી હકિકત આધારે એલ.સી.બી સ્ટાફના માણસોની ટીમ બનાવી ઉપરોક્ત બાતમીવાળી જ્ગ્યાએ જવા માટે રવાના કરેલ અને સદર જગ્યાએ જઇ તપાસ કરતા આ કામના આરોપી મનજીભાઇ ભુરાભાઇ ખરાડી બાતમીવાળી જગ્યાએથી મળી આવેલ જેથી આ બાબતે માણસા પો સ્ટે જાણ કરી સદર આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પો.સ્ટે સોપવામા આવેલ છે.⬅️ *આમ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમ્યાન એલ.સી.બી મહીસાગરને વધુ એક નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
• *આ કામગીરી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.ડી.ધોરડા તથા આ.એ.એસ.આઇ.અમરસિંહ માનસિંહ તથા અ.હેડ.કોન્સ રાજેશભાઇ કોદરભાઇ તથા અ.હે.કો વિનોદકુમાર દેવજીભાઇ તથા ડ્રા.પો.કો ગૌરવસીંહ નવલસિંહ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા