*ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૦ મી જન્મજયંતિ પર “લોકશાહી બચાવો” દિવસની ઉજવવાની જરૂરિયાત પર ભાર મુક્તા લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર*
૧૪-મી એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ તિથિના અવસરે સાદગી પૂર્ણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ની કાર્યાલય ખાતે ઉજવાયેલ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમરે જણાવ્યુ હતુ કે. આ દેશમાં હાલ લોકશાહીના મૂળિયા તોડવા વાળા હાલ સક્રિય છે ત્યારે.દેશમાં લોકશાહીનુ ચીરહરણ થતુ રોકવા આપને સહ જાગૃત નાગરિકોએ “લોકશાહી બચાવો” આંદોલન ને વેગ આપવો પડશે.દેશમાં વર્તમાન પરિસ્થિતિ અત્યંત ફાંસીવાદ અને નાજીવાદની સંસ્કારીતાએ પહોંચ્યુ છે. દેશ પાયમાલી તરફ જઈ રહ્યો છે ત્યારે બંધારણ નું રક્ષણ કરવા આપણે સહુએ એક જૂથ થઈ લોકશાહીનુ રક્ષણ કરવુ પડશે તેમ કહી બાબા સાહેબ ના બંધારણીય મૂલ્યોનું આહવાહન કરેલ. આ પ્રસંગે શહેરના જાગૃત અને નીડર કોંગી અગ્રણીઓ કે.કે.વાળા પોપટભાઈ કાશ્મિરા. ટીકુભાઈ વરૂ.અરવિંદભાઈ સીતાપરા. જમાલભાઈ મોગલ.સહિત કોંગી અગ્રણીઓએ બાબા સાહેબને યાદ રી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા તેમ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી નરેશ અધ્યારૂએ જણાવેલ હતુ..