Uncategorized

નિલમબાગ પો.સ્ટે.માં નોંધાયેલ My Money Solution કંપનીના ફ્રોડના ગુન્હા બાબતે SITની રચના કરવા બાબત

Press Note
નિલમબાગ પો.સ્ટે.માં નોંધાયેલ My Money Solution કંપનીના ફ્રોડના ગુન્હા બાબતે SITની રચના કરવા બાબત
ભાવનગર ખાતે આવેલ My Money Solution કંપની દ્વારા ભાવનગર, રાજકોટ, નડીયાદ, જેતપુર, અમદાવાદ શહેર ખાતે ધંધાદારી વહીવટ શરૂ કરી ઓફીસો શરૂ કરવામાં આવેલ હતી. જેમાં નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના દ્વારા રૂપિયા ૭૬,૫૫,૫૬,૦૦૦/- ની રકમનું રોકાણ કરેલ હતું. આ કંપનીના ભાગીદાર ઇન્દ્રજીતસિંહનું અવસાન થતા આ કંપનીના અન્ય ભાગીદારો દ્વારા રોકાણકારોના નાણાં પરત આપવા નિષ્ફળ ગયેલ તેમજ મરણજનાર ઇન્દ્રજીતસિંહના પિતાજી દ્વારા રોકાણાકારોને નાણાં પરત નહિ આપવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જે અંગે નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૧૦૨૦૬ IPC ક.૪૦૬, ૪૦૯, ૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ તથા GPID એક્ટ ક. ૩ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર IPS, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુન્હાની તપાસ નિષ્પક્ષ, ઉંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે થાય તે માટે શ્રી. એ.એમ.સૈયદ, ઇન્ચાર્જ ના.પો.અધિ., ભાવનગર વિભાગ, ભાવનગર તથા શ્રી વી.વી.ઓડેદરા, LCB પો.ઇન્સ., ભાવનગરનાઓની પોલીસ અધિક્ષકશ્રી ભાવનગરની અધ્યક્ષતામાં Special Investigation Team ની રચના કરવામાં આવેલ છે.
સદરહું ગુન્હાની તપાસ હાલ શ્રી. એન.જી.જાડેજા, ઇન્ચાર્જ થાણા અધિકારીશ્રી, નિલમબાગ પો.સ્ટે.નાઓ પાસેથી શ્રી. વી.વી.ઓડેદરા, LCB પો.ઇન્સ., ભાવનગર જીલ્લાનાઓને તપાસ સોંપવા હુકમ કરવામાં આવેલ છે.
ભાવનગર રેન્જના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના નાના અને મધ્યમ વર્ગના રોકાણકારોના દ્વારા આ માય મની સોલ્યુશન કંપની(MMS)માં જીવન મુડીનું રોકાણ કરવામાં આવેલ હોય તો વિના સંકોચે, નિર્ભયતાથી તથા વિના વિલંબે પોતાની નજીકના પોલીસ કંટ્રોલ રૂમ (ભાવનગર-૦૨૭૮૨૫૨૦૩૫૦, અમરેલી ૦૨૭૯૨૨૨૩૪૯૮ તથા બોટાદ-૦૨૮૪૯૨૩૧૪૦૧) પર તથા તપાસ કરનાર અધિકારી શ્રી વી.વી.ઓડેદરા, LCB પો.ઇન્સ. મો.નં.-૯૮૨૫૦૯૬૩૩૯/ ૮૧૬૦૨૯૬૭૦૦ પર સત્વરે જાણ કરવા તથા જરૂરી દસ્તાવેજો આપવા તમામ ભોગ બનનાર રોકાણકારોને પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *