Press Note
માઇક્રોફોનથી નાગરિકોને કોરોના વાયરસ બાબતે જાગૃતિ ફેલાવવા અંગેની વિશેષ ઝુંબેશ
વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસ(nCOVID-19)ની વૈશ્વિક મહામારીને અંકુશમાં રાખવા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા અપાયેલ સૂચનાઓનું કડક અમલીકરણ થાય તે માટે દૈનિક ધોરણે અલગ-અલગ સમયે ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લામાં ઝુંબેશ રાખવામાં આવે છે. આ વિશેષ ઝુંબેશ દરમ્યાન પોલીસ સ્ટેશનના તમામ વિસ્તારો(મુખ્ય શહેરો, મહોલ્લાઓ, ચોકી વિસ્તાર, તમામ ગામડાંઓ, આઉટ પો.સ્ટ.) માં ૧ ટીમ દ્વારા અસરકારક રીતે ઓછામાં ઓછું ૧૦ કિલોમીટરનો વિસ્તાર PA સિસ્ટમથી આવરી લેવામાં આવે છે.
૨. આ વિશેષ ઝુંબેશ દરમ્યાન ડિવીઝનના DYSPશ્રીએ થાણાના તમામ અધિકારીશ્રીઓ સંકલનમાં રહી ટીમો બનાવી પેટ્રોલીંગ કરવા આગોતરૂ આયોજન કરવાનું રહેશે તેમજ પેટ્રોલીંગ દરમ્યાન સરકારી વાહનનું સાયરન ફરજીયાત ચાલુ રાખશે.
૩. આ પેટ્રોલીંગ દરમ્યાન PIના પોસ્ટીંગ વાળા પો.સ્ટે.માં ૧૦(દસ) તથા PSIના પો.સ્ટીંગવાળા પો.સ્ટે.માં ૫(પાંચ) ટીમ બનાવવામાં આવેલ છે. દરેક ટીમમાં થાણા અધિકારીએ વધુમાં વધુ મોટરસાઇકલનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક ટીમમાં ૧ મોટરસાઇકલમાં મેગાફોન/પબ્લીક એડ્રેસીંગ સિસ્ટમથી કોરોના બાબતે નાગરિકોમાં જાગૃતિ લાવવા, સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તથા પોતપોતાના ઘરમાં જ રહી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલ સૂચનાઓનો ચુસ્ત અમલ કરવા માટે સતત જાહેરાત કરવામાં આવશે.
૪. ટીમના તમામ અધિકારી/કર્મચારીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખી માસ્ક, ગ્લોઝ પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી દરેક ટીમે ઓછામાં ઓછા ૧૦ કિલોમીટર એરીયા કવર કરશે. આ અંગેના વિડીયોગ્રાફી/ફોટોગ્રાફી કરવા માટે તમામ પત્રકાર મિત્રોને જાણ કરવામાં આવે છે.
પેટ્રોલીંગ દરમ્યાન કોઇપણ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા જાહેરનામાનો ભંગ થતો જણાઇ આવે તો તેઓ વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી કરવામાં આવનાર છે. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા કોરોના વોરીયર્સ તરીકે કામ કરી રહેલ ફ્રન્ટ લાઇન વર્કર્સ તમામ પોલીસને સાથ અને સહકાર આપવા ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર, IPSનાઓ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.