Uncategorized

રાજકોટ શહેર થોરાળાના રામનગરમાં ઘરવિહોણા થયેલા લોકોની અન્યાય થયાની રજુઆત.*

*રાજકોટ શહેર થોરાળાના રામનગરમાં ઘરવિહોણા થયેલા લોકોની અન્યાય થયાની રજુઆત.*

*રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે થોરાળાના રામનગરમાં ડઝન જેટલા મકાનોના દબાણ દુર કરાયા બાદ આ પરિવારો બેઘર બન્યા છે. તેઓએ સરકારે કબ્જો આપ્યા બાદ ડિમોલીશન થયાની ફરીયાદ કરી છે. આજે ઘર ગુમાવનાર પરિવારના લોકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે થોરાળામાં રહેતા હસુભાઇ પ્રજાપતિ, કિરીટભાઇ સાકરીયા, મનીષભાઇ સાકરીયા, ધવલભાઇ, જેન્તીભાઇ, જગદીશભાઇ, મહેશભાઇ, મનસુખભાઇ, બાબુભાઇ વગેરે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના ૧૨ પરિવારે ઘર ગુમાવ્યા છે. આ જગ્યાએ તેઓ ૭૦ વર્ષથી વસવાટ કરે છે. અને પેઢી પણ બદલાઇ ગઇ છે. ગઇકાલે અનેક રજુઆતો વચ્ચે એકાએક ડિમોલીશન કરાતા રોડ પર આવી ગયા છે. આ પરિવારોએ તેમની પાસે વોર્ડનં.૧૫ના રામનગરની આ જગ્યાની સનદ, સરકારે આપેલા કબ્જાના દસ્તાવેજ હોવાનું કહ્યું હતું. કોર્ટ સુધી લડાઇ કરી હતી. આથી હવે તેઓને રહેવાની વ્યવસ્થા કરી આપવા માંગણી કરી છે. દરમ્યાન T.P.O એમ.ડી.સાગઠીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારે મનપાને જગ્યા સોંપતા અદાલતમાં પણ તમામ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવી છે. સીટી સર્વેના રેકર્ડ પર કોઇ આસામીનું નામ નથી. તમામ સ્થિતિ સ્પષ્ટ બન્યા બાદ જ ડિમોલીશન કરીને જગ્યાનો કબ્જો લેવામાં આવેલ છે.*

IMG-20210108-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *