Uncategorized

રાજકોટ શહેર વાવાડીની વિવાદી જમીન મામલે કાંગ્રેસ પૂર્વ મહિલા કોર્પરેટરના પતિ સહિત ૩ સામે ગુનો નોંધી ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.*

*રાજકોટ શહેર વાવાડીની વિવાદી જમીન મામલે કાંગ્રેસ પૂર્વ મહિલા કોર્પરેટરના પતિ સહિત ૩ સામે ગુનો નોંધી ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.*

*રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર નાના મૌવામાં રાજયોગ એપાર્ટમેન્ટમાં રહેતા રેનુબેન યોગેન્દ્રભાઇ મૂળચંદભાઇ મહેતા નામના ૬૦ વર્ષીય વૃધ્ધાએ વાવડીમાં રહેતા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા તથા પ થી ૬ અજાણ્યા શખ્સો વિરુદ્ધ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલેક્ટરમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે તપાસ સમિતિની બેઠકમાં આરોપી સામે ગુનો દાખલ કરવા નિર્ણય થતા તાલુકા પોલીસે ઉપરોક્ત શખ્સો સામે નવા કાયદા હેઠળ ગુનો નોંધી ૨ આરોપીની ધરપકડ કરી હતી. રેણુબેનની ફરિયાદ મુજબ, તેમના માતા મીનાકુમારી મહાસુખલાલ પારેખે ૮ જૂલાઇ ૧૯૭૦માં વાવડીના નટુભા નટવરસિંહ જાડેજા પાસેથી વાવડીની સર્વે નંબર ૩૮/૩ની ૫૨૬૧ ચો.મી.જમીન ૫૫૧ લેખે ખરીદ કરી હતી. ત્યારથી જમીનનો કબજો તેમની માતા પાસે હતો. અને જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. માતા મીનાબકુમારીબેનનું ૧૬ જૂન ૨૦૧૯ના રોજ અવસાન થતાં ૫ ઓગસ્ટના રોજ મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ કરાવવા અરજી કરી હતી. આ અરજી સામે વાંધો લેવાયો હતો. અને નાયબ નિયામક જમીન દફ્તરે કરેલા હુકમથી રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાયેલી નોંધ સામે પણ વાંધા અરજી કરી હતી. ઉપરોક્ત જમીનમાંથી ૨૧૨૫ ચો.મી. મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને અન્ય ૮ થી ૧૦ માણસોએ કમ્પાઉન્ડ વોલ તોડી પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સિક્યોરીટીના માણસોને ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયત્ન કર્યાનો આરોપ મૂક્યો છે. આરોપીઓએ વારસાઇ નોંધની અરજી સામે વાંધા અરજી કરી. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ એડવોકેટ મારફત અખબારમાં જાહેર નોટીસ-ચેતવણી પ્રસિધ્ધ કરાવી હતી. દરમિયાન ૨૦ સપ્ટેમ્બરના રોજ જમીનની દેખભાળ માટે રાખેલા ગાર્ડે ફોન કરી. ૮ થી ૧૦ શખ્સો જમીનમાં પેશ કદમી કરે છે. તેમજ કમ્પાઉન્ડ વોલ તોડી કેબીન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાની જાણ કરી હતી. આથી સંબંધીઓએ ૧૦૦ નંબર ઉપર જાણ કરતા આરોપીઓ ભાગી ગયા હતા. ૩૦ સપ્ટેમ્બરે ફરી પતરાની કેબીન બનાવી સંબંધી લલીતભાઇ, પ્રશાંતભાઇને ધમકી આપતા આ અંગે કલેક્ટરમાં અરજી કરી હતી. તાલુકા ઇન્ચાર્જ P.I કે.એન.ભૂકણ, P.S.I એન.ડી.ડામોર સહીતના સ્ટાફે ગુનો નોંધી કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાને સકંજામાં લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.*

IMG-20210105-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *