Uncategorized

રાજ્યના ખેડૂતોને જુના ભાવે ખાતર આપો લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી રાજ્ય અને કેન્દ્રના સંકલનના અભાવે ખેડૂતો પીસાઈ રહ્યા છે ધારાસભ્ય ઠુંમર

રાજ્યના ખેડૂતોને જુના ભાવે ખાતર આપો લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી
રાજ્ય અને કેન્દ્રના સંકલનના અભાવે ખેડૂતો પીસાઈ રહ્યા છે ધારાસભ્ય ઠુંમર

રાજ્યના ખેડૂતોને હાલ પાયાના ખાતર ની તાતી જરૂર હોય પણ ભાવ ઊંચા હોવાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુના ભાવે ખેડૂતોને ખાતર આપવું જોઈએ તેવી રજુઆત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી રજુઆત કરેલ છે.
તેઓએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ખેડુતને નવી ચોમાસાની સીઝન દરમિયાન ટૂંકી મુદત ધિરાણ એપ્રિલથી શરૂ થતાં હોય છે તેમાં ઘણા ખેડુત કે જેને કુવા બોર માં પાણી છે તેઓ કપાસ ઓવરીને વાવેતર કરતા હોય છે અને મગફળીનું વાવેતર પણ ખેડૂતો પાયાનું ખાતર નાખી વાવણી કરતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવ વધાર્યા હોવાથી
નવા ભાવના ખાતરની પ્રિન્ટ સાથેના ખાતર વેપારીઓ અને ખાતર વિતરણ કરતી સંસ્થાઓ પાસે હોવા છતાં તેઓ વિતરણ કરી શકતા નથી
રાજ્યના કૃષિમંત્રી તેમજ કેન્દ્રના ફર્ટિલાઈર મંત્રી તેમજ ભાજપના અગ્રણીઓ ખાતરના ભાવ વધ્યા નથી તેવા નિવેદન કરી રહ્યા છે અને જણાવે છે ખેડૂતોને જુના ભાવે ખાતર મળશે જયારે ખાતર ડેપો માલિક કે વિતરણ કરતા વેપારીઓ અને સંસ્થાઓ સરકારી પરિપત્રનો આગ્રહ રાખી રહ્યા છે
રાજ્યના સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનના અભાવે ખેડૂતો પીસાઈ રહ્યા છે હાલ કોરોનાની મહામારીમાં ખેડૂત પોતાના પરિવાર અને સ્વજન ની ચિંતામાં મુકાયો છે ત્યારે તેની ઉપર વધુ આફત સમાન ખાતરની મુશ્કેલીઓ આવી પડી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત યોગ્ય નિર્ણય કરી તમામ ખેડૂતોમાંને ખેતી માટે અતિ જરૂરી પાયાનું ખાતર જુના ભાવે સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે

IMG-20210428-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *