લાઠી બાબરા અને દામનગરમાં કોવિડ સેન્ટર ક્યારે ઉભું કરશો ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રીને પુનઃ રજુઆત કરી
જિલ્લાના અન્ય સેન્ટરમાં કોવિડ સેન્ટર બની રહ્યા છે ત્યારે લાઠી વિધાનસભા વિસ્તારને અન્યાય કેમ?
લોકોની સેવા અર્થે ચોવીસ કલાક ઓફીસ ખુલ્લી રાખી વહીવટીતંત્રની સાથે સંપર્ક છું
વિસ્તારના જન પ્રતિનિધિ તરીકે કાયમી સંપર્કમાં છું
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં તાત્કાલિક કોવિડ સેન્ટર બનાવવા રાજ્યના મુખ્યમંત્રી ફરીવાર રજુઆત કરી પ્રબળ માંગણી કરેલ છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં સતત વધતા જતા કોરોના કેસ સામે અહીં કોવિડ સેન્ટર ની તાતી જરૂરી છે એક મહિના પહેલા પણ આપને રજુઆત કરેલ હતી પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી જે ખુબજ દુઃખદ છે
ધારાસભ્ય ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ધારાસભ્ય દેખાતા નથી તેવા અહેવાલ પાયા વિહોણા હોવાનું જણાવી પોતે પોતાની ઓફીસ લોકોની સેવા અર્થે ખુલી રાખી સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટરના સંપર્કમાં રહુછું
બીજું કે જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લાની મુલાકાત દરમિયાન તંત્રની બેઠકમાં ધારાસભ્ય ને બોલાવતા નથી પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે
હાલ લાઠી બાબરા અને દામનગર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ભાજપનું સાશન છે પણ કોઈ આગળ કામ આગળ આવતું નથી અને કોંગ્રેસના ધારાસભ્ય અને જનપ્રતિનિધિ ને પ્રજા વચ્ચે રહી કામ કરવું છે તો પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે
ત્યારે આપના દ્વારા અહીં લાઠી બાબરા દામનગર વિસ્તારમાં ત્વરિત કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવે તો અહીંના વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી કામગીરી માટે ભટકવું નો પડે જિલ્લાના અન્ય સેન્ટરમાં કોવિડ સેન્ટર બની રહ્યા છે અને લાઠી વિધાનસભા વિસ્તારને અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય ત્વરિત દૂર કરી પ્રજાના કલ્યાણ કરવા આપ આગળ આવો તેવી લાગણી વ્યક્ત કરું છું તેમ અંતમાં પત્રમાં ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું છે