વિષય : વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડેની ઉજવણી
આજરોજ તાલુકા હેલ્થ કચેરી ભેસાણના તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. આર.આર.ચૂડાસમાના માર્ગ દર્શન હેઠળ વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જન્મજાત ખોડખાપણ જેવી કે હદયરોગ, જન્મજાત બહેરાશ તાળવું હોઠ તૂટેલા ‘ત્રાંસા પગ,વગેરે જેવી નવ ખામીઓની સારવાર SH-RBSK પ્રોગામમાં સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે જેની માહિતી આપવામાં આવી. આ પ્રસગે ભેસાણ તાલુકાના આવા ૭ બાળકો જેમને આવી જન્મજાત ખામીની સંપૂર્ણ સારવાર પૂર્ણ થઇ ગઇ હતી. તેમને બોલાવી તેમના સ્વાનુભાવ વર્ણવવામાં આવ્યા અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આવી ખામીઓની પાછળ પ્રાઇવેટ હોસ્પિટલ મા લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે જ્યારે સરકારશ્રી દવારા ઓપરેશન સહિત દરેક સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.નિરાલી ડો.વૈશ્નવ ,ગોંવિદરામ, મિતલબેન વિંજુંડા, નાગાણીભાઈ, વાધમસીબેન, તથા તાલુકા હેલ્થ કચેરી ભેસાણના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી
