Uncategorized

વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી મેડિકલ સાધન સેવા કેન્દ્ર તરફથી કુપોષિત બાલદેવોને રમકડાંની કીટ અર્પણ”*

*”વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી મેડિકલ સાધન સેવા કેન્દ્ર તરફથી કુપોષિત બાલદેવોને રમકડાંની કીટ અર્પણ”*

આજરોજ તા.૧૨-૧-૨૦૨૧ ના રોજ વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી મેડિકલ સાધન સેવા કેન્દ્ર તરફથી આરોગ્ય કેન્દ્રના સી.એમ.ટી.સી.
વિભાગમાં સારવાર અર્થે આવતા કુપોષિત બાળકોને ઉપરોક્ત સંસ્થા તરફથી મનોરંજન મળી રહે તે હેતુ સભર બાળકોને ગમતી રમકડાની કીટ આપવામાં આવેલ. વિસાવદર ની આ સંસ્થા સમાજ ઉત્થાનની અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સહભાગી બને છે.
ઉપરોક્ત કાર્યક્રમ આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. શ્રી પાર્થ ફુલેત્રા તથા સિનિયર એડવોકેટશ્રી ભાસ્કરભાઈ જોશીએ જણાવેલ કે સંસ્થાના સ્થાપક ચંદ્રકાંત ખુહા હરહંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ માટે તત્પર રહે છે .આજરોજ તેમના તરફથી 14 દિવસ સુધી સી.એમ.ટી.સી. વિભાગમાં સારવાર અર્થે આવતા કુપોષિત બાળકોને મનોરંજન મળી રહે તે માટે રમકડાની કીટ આપવામાં આવેલ. તદુપરાંત આરોગ્ય કેન્દ્રના આ વિભાગમાં કુપોષિત બાળકોને જરૂરિયાત એવી મેડિસિન તેમજ આરોગ્યવર્ધક પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. બાળકોને જરૂરી વાતાવરણ તથા મનોરંજન મળી રહે તે માટે નાના નાના બાળકોને ગમતા રમકડાની કીટ ઉપરોક્ત સંસ્થા તરફથી શહેરના અગ્રણી ગિરિરાજ મેડિકલના શ્યામભાઈ ચોટાઈ તથા રામકૃષ્ણ મેડિકલ શ્રી ધર્મેશ વિરાણીના વરદ હસ્તે કુપોષિત બાળકોની માતાઓઓની ઉપસ્થિતિ વચ્ચે આરોગ્ય કેન્દ્ર ને અર્પણ કરેલ.
તદુપરાંત ઉપરોક્ત સંસ્થા આર્થિક રીતે સ્વૈચ્છિક ચાલતી સંસ્થા છે. દૂર દેશાવરમાં
સંસ્થાની એક્ટિવિટી નિહાળતા અમેરિકા સ્થિત મુરબ્બી શ્રી સુરેશભાઈ કામદારે જરૂરિયાત મુજબ સમયાંતરે સ્વૈચ્છિક આર્થિક યોગદાન આપવા માટેની ખુશી વ્યક્ત કરેલ.
ઉપરોક્ત કાર્યક્રમમાં એડવોકેટ નોટરી નિતેશભાઇ દવે ,વરિષ્ઠ પત્રકાર શ્રી સી.વી. જોશી, ,કૈલાશભાઈ રીબડીયા, હરેશભાઈ ચાવડા ઉપસ્થિત રહેલ.
અંતમાં આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડૉ. પાર્થ ફુલેત્રા તથા ન્યુટ્રિશિયન પ્રિયંકા સોલંકીએ કીટ અર્પણ બદલ બાળકો વતી ખુશીપો વ્યક્ત કરેલ.

રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર

IMG-20210112-WA0032-0.jpg IMG-20210112-WA0034-1.jpg IMG-20210112-WA0033-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *