આમોદ તાલુકા પંચાયતની ચુંટણીને લઈ આજરોજ આછોદ જિલ્લા પંચાયતની અંદરમાં આવતી આમોદ તાલુકા પંચાયતની આછોદ સીટ નંબર 2 ના ઉમેદવારએ કોંગ્રેસ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો જંગ જાગ્યો છે ક્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો મેદાને ઉતારી રહી છે જેને આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી
આમોદ તાલુકા પંચાયતના આછોદ ગામની સીટ નંબર 2 કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત સીટના નવ યુવાન ઉમેદવાર સોયાબભાઈ કાપડિયાની પત્ની સફિયા કાપડિયા નું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી ઉમેદવારનો ઉત્સાહ વધારી કૉંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવીએ તેવા સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવી…
કૉંગ્રેસ પ્રવક્તા જકવાન જાલએ મીડિયા સંબોધન માં જણાવ્યું કે આમોદ તાલુકા કૉંગ્રેસમાં કોઈપણ વિવાદ નથી અને 16 સીટો માંથી અમે 12 જેટલી સીટો જીતી તાલુકા પંચાયતમાં કૉંગ્રેસ પક્ષનો જંડો નહિ પણ પ્રજાનો જંડો લહેરાશે.
જકવાન જાલએ મીડિયાના સવાલ ઉપર જવાબ આપતા આમોદ તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવારો ની યાદી બતાવતા કહ્યું કે ભાજપનો વિવાદ ચરમસીમાએ છે અને વધુમાં કહ્યું કે તાલુકા પંચાયત કૉંગ્રેસ ની બન્યા બાદ તાલુકાની જે કંઈપણ સમસ્યાઓ છે તેને દૂર કરીશુ.