Uncategorized

ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ)ના તૃતીય વર્ષના

ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ)ના તૃતીય વર્ષના ૧૭૫ વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત વિષય પર સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળ કારકિર્દીના ઘડતર માટે વ્યક્તિ તન અને મનથી સ્વસ્થ રહે તે ખૂબ અગત્યનું છે જેને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોલેજ ના આચાર્યશ્રી એ ઉપસ્થિત રહી તજજ્ઞ ચંદ્ર્‌કાંતભાઈ ને સંસ્થા વતી આવકાર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને સાંપ્રત સમય માં ઉપરોક્ત વિષય ની જરૂરિયાત બાબતે સમજાવ્યું હતું. ત્યારબાદ કોલેજ તરફથી પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટીનાં હેડ ડો.જયેશ તન્ના દ્વારા મુખ્ય વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો.

ડો.જયેશ તન્ના દ્વારા ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપી વર્કશોપ માટે સુસજ્જ કર્યા હતા.આજના તજજ્ઞ વક્તા દ્વારા હાઈડ્રો થેરાપી (જળ ચીકીત્સા)તેમજ ધ્યાન, યોગ, આર્યુવેદ વિષયપર ઊંડાણપૂર્વક સમજ આપી હતી. માઈગ્રેન, ડાયાબિટીસ, આંખનાં નંબર સહિતના અનેક રોગ જળ ચિકિત્સા તેમજ યોગ, ધ્યાન, આર્યુવેદ, હાર્ટ પ્રોબ્લેમ, ઘૂંટણનાં દર્દ, દ્વારા સફળતા પૂર્વક મટાડી શકાય છે જેની તલસ્પર્શી માહિતી આપવામાં આવતી હતી.

તેઓએ એક સફળ સ્વાસ્થ્યનો મંત્ર આપતા જણાવ્યુ હતું કે ”પાણી ને ખાવ અને ભોજન ને પીવો” એટલે કે પાણીને શરીરના તાપમાનને અનુકૂળ બન્યા પછી જ પીવું જાેઈએ તેમજ ખોરાકને એક્દમ સૂક્ષ્મ બને ત્યાં સુધી ચાવીને ખાવો જાેઈએ. જેથી મોટાભાગના દર્દ સમાપ્ત થઈ જશે. સહિત અનેક સ્વાસ્થ્યના મુદ્દાઓ બાબતે ખૂબ ઉપયોગી માહિતી આપી હતી. જેનાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટા પ્રમાણમાં લાભન્વિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *