જૂનાગઢ : જૂનાગઢ ડિવિઝન સુપ્રિટેન્ડેન્ટડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ દ્વારા પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડકટ્સના વેચાણ માટે એજન્ટ નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૦ પાસ અને ૧૮ થી ૫૦ વર્ષ સુધીના ઉમેદવારોએ પોતાના બાયો-ડાટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આધાર કાર્ડ, પાન કાર્ડ, આવશ્યક સર્ટીફિકેટ અને અનુભવન હોય તો તે બાબતના દાખલાની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તા.૧૩-૧-૨૦૨૧ સુધીમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસની કચેરી, જૂનાગઢ ડિવિઝન, ચોથો માળ, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ ખાતે રજીસ્ટર એ.ડી. અથવા સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે.
