Uncategorized

બાંટવા ખારા ડેમ સાઇટમાં 53 પક્ષીના મોતનું કારણ અકબંધ : પક્ષી પ્રેમીઓમાં રોષ

બાંટવા ખારા ડેમ સાઇટમાં 53 પક્ષીના મોતનું કારણ અકબંધ : પક્ષી પ્રેમીઓમાં રોષ

માણાવદર નજીક ના બાંટવા ખારા ડેમ નજીકથી બે દિવસ પહેલા રાત્રીના 53 જેટલા જુદા જુદા પક્ષીઓ ટીટોડી, બતક, નટકો ,બગલી જેવા એક સાથે સામુહીક મોતના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.પક્ષી પ્રેમીઓમાં આ શંકાસ્પદ મૃત્યુ ના કારણે ચકચાર મચી છે જેને વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ પક્ષીના મૃતદેહો મોકલવામાં આવ્યા હતા

આ મૃત્યુ કેવી રીતે થયા તેનું કોઇજ ચોકકસ કારણ જાણવા મળ્યું નથી કદાચ ઠંડીના કારણે મૃત્યુ થયાનું કારણ છે આ અંગે વન વિભાગ ના અધિકારી કંઇપણ જણાવી શક્યા નથી માત્ર એવું જણાવે છે કે પી.એમ. રીપોર્ટ માં કદાચ ઠંડીના કારણે હદય બંધ થઇ ગયું હોય વધુ કારણ જાણવા એફ એસ એલ માં મોકલવામાં આવ્યા છે. ત્યારે શું પક્ષીઓમાં બ્લડફલૂ જેવો કોઇ ધાતક રોગ છે ? પ્રજાજનોમાં એક જ ચર્ચા છે કે શા માટે પીએમ કરવા છતા અસ્પષ્ટ કારણ રહયું? કયા કારણે એકસાથે આટલા પક્ષીઓના મૃત્યુ થયા ? પ્રકૃતિપ્રેમીઓ તાકીદે આ પક્ષીઓના મોતનું સ્પષ્ટ કારણ બહાર લાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે શું કોઇ ચોકકસ વાતો છુપાવાય રહી છે કે કેમ ?

IMG-20210105-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *